________________
કોન્સયભાવના
૩૦૧.
સુખી થાઓ, સર્વ નિરામય થાઓ, સર્વ કલ્યાણને પામે, કઈ પણું દુ:ખને ન પામે” એ પ્રકારની કરુણાવૃત્તિને ઉદય થાય છે ત્યારે તેમને વિષે તેથી વિરોધી વૈરબુદ્ધિ કેવી રીતે રહે? આ પ્રમાણે વૈરબુદ્ધિ જતી રહેવાથી આ ભાવનાવડે દ્વેષરૂપ મળને પણ બાધ થાય છે, તેમજ દુખીની અપેક્ષાથી પોતે સુખી છે એમ જાણવાથી “હું એશ્વર્યવાળો છું, અનેક ભેગસાધનસંપન્ન છું, સિદ્ધ છું, બળવાન છું” વગેરે પ્રકારને દર્પ (ગર્વ) પણ જતો રહે છે; કારણ કે સર્વ પ્રાણુને આત્મવત્ ગણી થતી દયા આ પ્રકારની અન્ય પ્રતિ થતી તિરસ્કારબુદ્ધિની વિરોધી છે. આમ આ ભાવના પરાપકારેચ્છા, દ્વેષ, દર્પ વગેરેની પરિપંથી હોવાથી સાધકે અવશ્ય આદરવા યોગ્ય છે. એ ભાવનાની સિદ્ધિથી પણ ચિત્ત એના વિરોધી દોષથી રહિત થવાથી પ્રસન્ન થાય છે.
કરુણા ભાવનાને આ આદર્શ વેગી પતંજળીનો છે એમ એના ટીકાકારે જણાવે છે. મૈત્રીભાવથી પ્રેમ વિશ્વવ્યાપી થતાં રાગ દૂર થાય છે અને અસૂયા અને ઈર્ષ્યા નામના દુર્ગ પર વિજય થાય છે. કરુણાભાવથી પરપ્રાણીને આત્મવત્ ગણવાની વૃત્તિ થતાં દ્વેષ દૂર થાય છે અને પરિણામે ક્રોધ અને માન નામના દુર્ગણે પર વિજય થાય છે. રાગ અને દ્વેષ પર વિજય થવાથી ચિત્તને ડાળી નાખનારા બે ભયંકર ત પર સામ્રાજ્ય આવે છે અને આ રીતે રાગ અને દ્વેષદ્વારા જ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરાય છે. ચિત્તસ્થિરતા રોગમાં પ્રથમ સ્થાન ભેગવે છે અને એને સમાધિ આદિ વિશિષ્ટ ગાંગમાં પ્રવેશ કરવા માટે ખાસ જરૂરના હાઈને આ રીતે સિદ્ધ કરી શકાય છે.
આ ચારે ભાવનાને યોગને અંગે ઉપસ્થિત થતો પ્રસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org