________________
કાયલાવના
૨૯૩
આમ કેમ ભૂલા પડી ગયા ? કયાં ચઢી ગયા ? કયાં દોડ્યા જાઓ છે? શા સારુ દોડાદોડી કરે છે? દોડીને ક્યાં પહોંચશે? તમારી ફળ કેટલી લંબાશે ? અને છેવટે શું? આ તે કાંઈ વાત કરે છે ? તમારી જેવા પ્રાણી આટઆટલા વ્યાધિઓ મુંગે મહેોઢે સહન કરી જાય એ તે કાંઈ ચલાવી લેવા જેવી વાત છે? " ત્યારે કરવું શું? અરે ભાઈ ! આમ ચિંતા કરશે કે મુંઝાશે એમાં કાંઈ વળશે નહિ. કોઈ વ્યાધિને પારખી શકે એવા ચતુર વૈદ્યને ધો. તે વૈદ્યને જે બરાબર નિદાન આવડશે તે તમારા -વ્યાધિને પારખી એ તમારી ચિકિત્સા કરશે. વ્યાધમાં સબડાયા કરવું એ તમારા જેવાને ઘટે નહિ અને પ્રગતિઈચ્છકને તે પાલવે પણ નહિ. - વૈદકના ધંધામાં સાચા વૈદ્ય હોય તે દવા કરવા પહેલાં વ્યાધિ શો છે? તેને નિર્ણય કરે છે. વૈદ્યની ખરી કિંમત નિદાન કરવામાં છે. નિદાન જેને આવડે તે ચિકિત્સા તે તુરત કરી શકે છે. તું એવા વૈદ્યરાજને શોધી કાઢ કે જે તારા આ કરુણ પ્રસંગનું નિદાન બરાબર કરે, તારા વ્યાધિનાં મૂળને શોધી તને ઉપાય બતાવે, એટલે તારા વ્યાધિઓ હંમેશને માટે ચાલ્યા જશે. તું સદાને નીરોગી બનીશ.
અમે તપાસ કરી તે અમને જણાયું છે કે પ્રાણીઓના વ્યાધિઓ તીર્થકર દેવને બરાબર સમજાયા છે. તેઓ તેનું નિદાન અને તેની ચિકિત્સા બરાબર જાણે છે. એ ઉપરઉપરની દવા કરનારા નથી. એ વ્યાધિને મૂળમાંથી કાઢી નાખનાર છે અને ચેતનને સ્વાસ્થ આપનાર છે. અમે તને એ વૈદ્યરાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org