________________
૨૮૪
શ્રી શાંતસુન્ધાસ
જશે. આવી વિચારપદ્ધતિ અસાર છે, પરમાર્થ રહિત છે અને ગોટાળે ચઢાવનાર છે. “કૃતાંત” એટલે ભિન્ન ભિન્ન ધર્મના સિદ્ધાન્ત. આવા વિકારમય અને અસાર માને મૂકી દે.
અહીં મુદ્દે ચિત્તને સ્થિર કરી સત્ય માર્ગને સમજવાનો છે અને અસત્ય મને તજી દેવાનું છે. જ્યાં સુધી પ્રાણી પિતાના ધર્મમંતવ્યને અનુભવની સરાણે ચઢાવી સ્પષ્ટ નથી કરતો ત્યાંસુધી એને શાંતિ થતી નથી અને શાંતિ વગર ગમે તેટલી વાતે કરવામાં આવે તેમાં કાંઈ વળે તેમ નથી.
અવ્યવસ્થિત ધર્મમાન્યતા છેડી દઈ દર્શનશુદ્ધિ કરે અને ચિત્તની સ્થિરતા કરે એટલે તમને કરુણામય પ્રસંગોને પ્રતિકાર મળી આવશે.
૩. દર્શનશુદ્ધિના જેટલું જ મહત્ત્વ ગુરુને અંગે પ્રાપ્ત થાય છે. ગુરુ એટલે ધર્મોપદેષ્ટા, ધર્મને અભ્યાસ કરાવનાર, ધર્મ બતાવનાર. અમુક નજરે દેવ કરતાં પણ ગુરુને મહત્વનું સ્થાન ઘટે છે, કારણ કે દેવને ઓળખાવનાર પણ ગુરુ જ છે.
ગુરુની પસંદગીમાં ખૂબ ડહાપણ રાખવાની જરૂર છે. અનેક ભાવે પુસ્તકમાં લખાયેલા હોતા નથી. કેટલીક ચાવીઓદ્વારા ગુરુ પદ્ધતિસર જ્ઞાન આપી શકે છે. સાંપ્રદાયિક જ્ઞાન ગુરુ વગર પ્રાપ્ત થઈ શકતું નથી. સર્વ ભાવે લખી શકાય તેમ નથી. ગુરુ વગર જ્ઞાનપ્રાપ્તિ થવી દુર્લભ છે પણ કષાયવાળા અથવા મનોવિકારને વશ થનારા ગુરુ મળી જાય તે માર્ગને વિષમ કરી દે છે. ખૂબ વિચક્ષણતા વાપરી ગુરુની પસંદગી કરવી જોઈએ.
જે ગુરુ પિતે જ સ્વપરહિત સમજતા ન હોય, સત્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org