________________
કારુણ્યભાવના
૨૮૫
સત્યના જ્ઞાન વગરના હોય, દીર્ઘદ્રષ્ટા ન હોય, વ્યવહાર-નિશ્ચયને સમન્વય કરવાના બુદ્ધિકૌશલ્ય વગરના હોય, ટૂંકામાં જે અવિવેકી હોય તેવા ગુરુને દૂરથી તજી દેવા. એવા ગુરુ સામાન્ય બુદ્ધિવાળા અભ્યાસને આડે રસ્તે ચઢાવી દે છે.
વસ્તુસ્વભાવના પૂર્ણ જ્ઞાન વગરના, દેશ-કાળના પરિવર્તનને ન સમજનાર, સંસારના ભાવોમાં આસક્ત, ધન કે સ્ત્રીના મેહમાં મુંઝાઈ ગયેલા અને સામાન્ય જનની સપાટી પર રહેલા ગુરુને તજી દેવા. આમાં દીક્ષિત અદીક્ષિતને સવાલ નથી. ગુરુની પસંદગીમાં તેમનું આંતર મને રાજ્ય કેટલું ખીલેલું છે અને એ દષ્ટા છે કે નહિ ? એ મુખ્યત્વે કરીને તપાસવાનું રહે છે. છા હોય તેને સ્વીકારવા. અવિવેકી ગુરુ હોય તો પોતે રખડે છે અને આશ્રિતને પણ રખડાવી દે છે.
સદ્ગુરુમાં મુખ્યત્વે કરીને ત્યાગ પ્રથમ તપાસો. એની સંસારગૃદ્ધિ વિચારવી. એનાં મનોરાજ્યના ઉડ્ડયન કેટલે સુધી પહોંચે છે તે બરાબર જેવું. એનામાં નય ને પ્રમાણજ્ઞાનનું પૃથકકરણ અને સંગ્રહણ કેટલું જામ્યું છે તે તપાસવું. સદ્દગુરુ ખરા ત્યાગી હેય, સામાન્ય જનપ્રવાહથી ખૂબ આગળ વધેલા હોય, ભૂતકાળના તેમજ ભવિષ્યકાળના ઊંડાણમાં નજરે પહચાડનાર હોય અને ગીતાર્થ હોય.
આવા સદ્દગુરુ પાસેથી એક વચન પણ બરાબર લક્ષ્યપૂર્વક ઝીલ્યું હોય તો તે પરમાનંદ પ્રાપ્ત કરાવે છે. એવા વ્યુત્પન્ન મહાપુરુષના પ્રત્યેક વચનમાં ઉલ્લાસ ભરેલો હોય છે. એને સાંભળવાથી કાન પવિત્ર થાય છે, વિચારવાથી મનમાં આનંદ થાય છે અને તે પ્રમાણે વર્તવાથી કાર્યસિદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org