________________
કાશ્યભાવુના
૨૪
એટલે ખાવાપીવાની અભિલાષાથી માંડીને ઈઢિયાર્થીની અભિલાષાઓ સુધીથી થતા દુઃખાનું નિવારણ થઈ જશે, વૈભવની અસ્થિરતા ભવાભ્યાસથી–અનાદિ વાસનાથી થઈ છે તે દૂર થઈ જશે અને સ્પર્ધા, ક્રોધ કે યુદ્ધ અથવા લેભના પ્રસંગોનું રહસ્ય સમજાઈ જશે અને આખી દુનિયાને કેયડે ઊકેલાતો જણાશે. કરુણાના પ્રસંગે ઓછા કરવાનું અને છેવટે દૂર કરવાનું આ રીતે ચિત્ત-સ્થિરતાથી બનશે.
આવી ચિત્તની સ્થિરતા લાંબો વખત થાય તો તે ઘણું ઘણું અનુભવાશે, નહિ જણાયેલા સત્ય સાંપડશે; પણ એમ લાંબો વખત ન બને તે થોડી થોડી વાર પણ ચિત્તસ્થિરતાને અનુભવ કરી જુઓ અને એને લાભ તપાસે.
જ્યારે એવી સ્થિરતા કરો ત્યારે જિનાગમના ચક્ષુએ વિચાર કરજે. કરુણાના પ્રસંગે જોવા માટે એગ્ય ચક્ષુની જરૂર છે. એ વગર તમે જ્યાં ત્યાં અથડાઈ પડશે. તપ અને ત્યાગના શુદ્ધ ધોરણ પર રચાયેલ એ આગમ તમને અવલોકન કરવા માટે સાચા દષ્ટિબિન્દુઓ પૂરા પાડશે.
ઉપરના જેટલી જ અગત્યની બાબત વિકારમય વિચારવાતાવરણને દૂર કરવાની છે. અવ્યવસ્થિત રીતે બતાવેલી માર્ગશ્રેણીઓ વિકારમય હોય છે, એમાં પરસ્પર વિરોધ હોય છે, સાધ્યનું લક્ષ્ય તેમાં હોતું નથી અને ઘણી વખત કુયુક્તિઓ, હેત્વાભાસો અને ઉપલકીયા મર્મભેદી હોવાને દાવો કરનાર મર્મસ્પર્શ વગરના પર્યાલચનથી ભરપૂર હોઈ તમને જ્યાં ત્યાં ખેંચી જનાર હોય છે. આવા આડાઅવળા માર્ગોની રચનાના વમળમાં તમે પડી જશે તે તમારું વિચારક્ષેત્ર વિકારમય થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org