________________
૨૮૨
શ્રી•શાંત-સુફ્રાન્સ
એ વસ્તુત: પેાતાની જ પૂજા છે. બાહ્ય ઉપચાર નિમિત્તકારણુ તરીકે ઉપકારક ભાવ ભજવે, પણ છેવટે જોતાં એ સાધન છે. ખરેખરી પૂજા તેા એમના બતાવેલા માર્ગે ચાલી, રાગ-દ્વેષ પર વિજય મેળવી, માહુને હણી નાખી, આત્મપ્રગતિ સાધવી એ છે. તીર્થંકર આદર્શ પૂરા પાડે છે, ખાકી એ કાઇ રીતે મેાક્ષ આપી શકતા નથી કે મેાક્ષને નજીક પણ લઈ આવતા નથી; પરંતુ એમણે બતાવેલા ત્યાગના માહ્ય માર્ગાનુ અને મનેાવિકારના વિજયના અંદરના માર્ગનું અનુસરણ એ ખરું પૂજન છે. ભજન-પૂજનની પાછળ રહેલા ખરા આશય પણ આ જ છે.
તમને સંસારમાં કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસંગા દેખાયા હાય તા જ્યાં ઉપાયની જરૂરીઆત લાગે ત્યાં ભગવંતના માર્ગે ચાલી તેમનુ ભજન કરા, કરાવા, દુ:ખથી પીડાતાને ઉપદેશે અને રક્ષણ કરનાર નિષ્કારણ દયાસાગરનું શરણ સ્વીકારે.
૨. પરિચયમાં અનેક કરુણાના પ્રસંગેા વિચાયું. એને એક એક પ્રસંગ ઊંડાણથી વિચારતાં મન ચક્કર ખાઈ જાય તેવું છે. આ સર્વ ખાઈના ખ્યાલ રમનારને આવતા નથી, પણ અવલેાકન કરનાર તેા આખી રમતનુ વેવલાપણૢ જોઇ શકે છે. આવા કરુણાના પ્રસ`ગેામાં પડેલાને તેમાંથી મચવા સારું નીચેની વાત કહે છે.
ભાઇ! અમને તારી સ્થિતિ જોતાં બહુ ખેદ થાય છે. તું આમ સાધ્યના ધેારણ વગર રખડ્યા કરે છે તેને બદલે જરા ઘેાડા વખત તારા મનને સ્થિર કર, જરા અને જ્યાં ત્યાં ભટકતું અટકાવ. તને જે દુઃખા દેખાય છે અથવા થાય છે તે સર્વ મનની અસ્થિરતાને કારણે છે. મનની સ્થિરતા થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org