________________
' કાવભાવના
૨૮૧
તે તમે અગાઉ જઈ ગયા છે આવા સજ્જન તમે છે. તે પછી ભગવાનને ભજે.
એ ભગવાન કેવા છે? એ સર્વજ્ઞ, સર્વદશ, કેઈ જાતના બદલાની આશા વગર ધર્મોપદેશ દેનાર, સાચો માર્ગ બતાવનાર અને ભૂતદયાના સાગર છે. એવા મહાકૃપાળુ પરમાત્માને તમે ભજે.
એ ભગવાન એમનું શરણ કરનારને આશ્રય આપનાર છે અને બદલાની અપેક્ષા કે આશા વગર કરુણારસના ભંડાર છે તેમજ અન્યને તેનો લાભ આપનાર છે. એમની ભાવના
જ્યારે સર્વ પ્રાણુને કર્મબંધનથી મુક્ત કરવાની થાય, એમના આત્મદર્શનમાં સમસ્ત જંતુઓનું હિત આવે ત્યારે એ વિશાળ હદયવાળા મહાત્મા તીર્થંકર થવા ગ્ય કર્મ બાંધે છે અને એ વિશાળતા તેમનામાં સતત ચાલુ રહે છે. આવા નિષ્કારણ કરુણુ કરનાર ભગવાનને તમે ભજે.
એ ભગવાન ઉપર વર્ણવેલા સર્વ દુઃખમાંથી રક્ષણ કરનાર છે. એમને ઉપદેશ જ એવા પ્રકારના હોય છે કે તેઓ દુબેમાંથી રસ્તો બતાવે અને પ્રાણીઓને વિકાસ કરે.
આવા નિષ્કારણ કરુણું કરનાર અને દુઃખમાંથી રક્ષણ કર-નાર ભગવાનને કેમ ભજાય? એમની પાસે ધૂપ-દીપકાદિ કરવામાં આવે તે તે ઉપચાર છે, એથી તો માત્ર આદર્શ સન્મખતા થાય છે; બાકી ખરી પૂજના–ખરું ભજન તો એમના બતાવેલ અહિંસા, સંજમ અને તપના માર્ગે પ્રવૃત્તિ કરવામાં છે. “શ્રી જિનપૂજા રે તે નિજ પૂજના રે” એટલે તીર્થકરની પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org