________________
કારુણ્યા–
?
ગેયાષ્ટક પરિચય –
૧. ઉપર જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે હદયદ્રાવક છે. જાણે આ સંસાર અવળે માગે ઉતરી ગયો હોય, જાણે ઐહિક સુખમાં અથવા મનોવિકારના વમળમાં વલખાં ભારતે એ અત્યંતર દુશમનને વશ પડી ગયો હોય એમ લાગે છે. કરુણાભરપૂર હૃદયવાળાને આ આખા દશ્યના અવલોકનથી ખૂબ ખેદ થાય છે. એને સ્વપદયાને ખ્યાલ બરાબર હોય છે. એ પોતાની જાતને અન્યના સ્થાનમાં મૂકી શકે છે અને પરદયાના ચિંતવનમાં સ્વદયા સિદ્ધ થઈ શકે છે એમ એ સમજે છે. એ વસ્તુના ઉપરઉપરના ખ્યાલથી કદી લેવાતો નથી. એ અંતરથી આ સર્વ દેખાવો વિચારી, અવલોકી આદ્ધ થાય છે. એના દુઃખના ઉપાયને શોધનારા તેને સમુચ્ચય દિલાસે મળે તેવી ગંભીર રચના હવે રજૂ કરતાં વિનયવિજય મહારાજ ગાય છે
સજજને તમે અંતરના ઉમળકાથી ભગવંતને ભજો.” આ એક વાક્યમાં પરદુઃખનિવારણનો ઉપાય બતાવે છે. બીજા પણ ઉપાય બતાવશે. પ્રથમ આ ચમત્કારિક ઉપાયની વિશિછતા જોઈએ.
તમે ભગવંતને ભજે. જે તમારે ઉપરનાં સર્વ દુઃખે, ઉપાધિઓ અને અગવડે દૂર કરવા હોય તો તમે ભગવાનને ભજે.
તમે કોણ છો ? તમે સજન છે, સુજન છે, મેક્ષાભિલાષી છે, મોક્ષ જવા એગ્ય છે. સજજનના નામને યોગ્ય કેણ ગણાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org