________________
કાયલાવના
૨૭૯
સુખ એટલે પરમાનંદ. આનંદ અહીં યૌગિક સમજ. નિર્વિકાર આનંદમાં કઈ પ્રકારને ફેરફાર થતો નથી. ટૂંકામાં કહીએ તે તે આનંદ સ્થિર અને સ્થાયી થાય છે. વ્યવહારુ આનંદ ક્ષણમાં નાશ પામી જાય છે તેને અને આ આનંદને કઈ પ્રકારને સંબંધ નથી. શાશ્વત આનંદ એ અપૂર્વ વસ્તુ છે અને એ ભાવિતાત્માને જ પ્રાપ્ય છે. એ સુખ ભવિષ્ય કાળમાં મહાકલ્યાણ કરનાર છે. પરમ કલ્યાણ એટલે સાધ્યની સદાને માટે પ્રાપ્તિ. સર્વ પ્રયાસનું સાધ્ય અને પ્રાપ્ત કરવાનું પરમ સ્થાન તે અતિ સુંદર છે.
ભૂતદયા ચિતવનાર, સંસારને એના સાચા સ્વરૂપે નિહાળનાર, માનસવિદ્યાના ધોરણે સમજનાર, વિકાસક્રમની શ્રેણીના પ્રત્યેક સોપાનને સમજનાર અને દુ:ખમાં મગ્ન થયેલી પ્રાણીરાશિને બહાર કાઢવાના ઉપાયો વિચારનાર વિશાળ હૃદયવાળા મહાનુભાવેને આ સર્વ શક્ય છે. એમને વિશાળ આત્મા ઉચ્ચ ઉડ્ડયન કરે છે, છતાં એ નીચામાં નીચા સ્થાનની પ્રત્યેક કૃતિઓ સમજવા યત્ન કરે છે, તેના પ્રેરક મૂળ કારણેને સમજે છે અને સર્વને ઘટતું સ્થાન આપી પોતાની ગતિ વધારતો જાય છે.
આ પરદુઃખમુક્તિના ઉપાય શા છે? તે હવે આપણે નીચે વિચારશું. અત્યાર સુધી આપણે સાંસારિક-ઐહિક ભાવોને અંગે બાહા અને અત્યંતરમાં ગુંચવાઈ ગયેલા પ્રાણીઓનાં ચિત્રે જોયાં અને એ જેવાને કારણે આપણે પણ જાણે એમનાં દુઃખથી મુંઝાતા હોઈએ એવી મનેદશા ઊભી કરી. હવે આપણે તેનું અવલોકન પણ કરશું અને ઉપાયને વિચાર પણ કરશું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org