________________
૨૭૬
શ્રી શાંતસુધારસ.
ષકારક વિવરણ કરે તે તેને સમજવું નથી. પછી એ પિતાના નાના મગજમાંથી વિચિત્ર કલ્પનાઓ કાઢે છે અને એ રીતે પિતાને સાધે વિકાસ પણ ગુમાવી બેસે છે.
આવા પ્રાણીઓ પછી રાગ, દ્વેષ અથવા વિકારના અવ્યવસ્થિત ધોરણે રજૂ કરે છે. જ્યાં ન નજર પહોંચે ત્યાં “અજ્ઞાત અને અય” નું તત્ત્વ મૂકે છે અને અંધપરંપરા ચલાવે છે. કઈ વાત સમજવી નહિ અને સહાનુભૂતિથી કેઈના વિચારોને સાંભળવા નહિ, અભ્યાસ કે પરિશીલનને નિર્બળતા માનવી એ અલ્પજ્ઞાનના પ્રચંડ આવિર્ભા છે.
આવી રીતે પ્રમાદ(અજ્ઞાન)ના ભેગા થઈ પ્રાણીઓ કયાંના કયાં ફેંકાઈ જાય છે? કઈ નિગોદમાં, કોઈ નરકમાં, કોઈ તિર્યંચમાં રખડી પડે છે અને જે બુદ્ધિશક્તિ એને મદદગાર થવી જોઈએ તે ન થતાં તેના દુરૂપયેગથી એ નીચે ઉતરી જાય છે. પછી તે એને અશુભ ગતિઓમાં મૂંગે મોઢે અનેક દુબે ખમવા પડે છે.
આમાં દુ:ખને વિષય એ છે કે પ્રાણી બુદ્ધિને ઉપયોગ પ્રગતિ માટે કરવાને બદલે ઊલટે પાછો પડવામાં કરે છે. જવાબદારીને સ્થાને હોય તેના એક ઉસૂત્ર વાક્યમાં અનંત સંસાર વધી જાય છે. મરીચિના ભવમાં “ અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે” એટલા મિશ્ર વાક્ય ખાતર ભગવાન મહાવરના જીવને લગભગ એક કરોડને એક કડે ગુણએ તેની જે સંખ્યા આવે તેટલા સાગરેપમ સુધી સંસાર-પરિભ્રમણ કરવું પડ્યું. આ વાતમાં અતિશયોક્તિ નથી. ઉપદેશક કે જવાબદારના સ્થાનની મહત્તાનું એમાં ચિત્ર છે. આવા ભણેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org