________________
કાય ભાવના
૨૭૭ ગણેલા માણસે પાછા પડી જઈ સંસારમાં રખડી પડે એ દુઃખને વિષય છે.
૪. ૬. એક વધારે કરુણાનું ચિત્ર કહીને પછી મુદ્દા પર આવી જઈએ. કેટલાક પ્રાણીઓ એના પિતાના હિતને ઉપદેશ સાંભળતા નથી. એને સદ્વર્તન, સગુણે અને ઉચ્ચ ગ્રાહની શિક્ષા આપવામાં આવે તો તે સાંભળવાની એને ફુરસદ હોતી નથી. એવા પ્રાણીઓ હિતની વાતને નિમલ્ય, જરીપુરાણા જમાનાના અવશે અને સડેલા મગજના બકવાદો ગણે છે અને મોજમજામાં ગુલતાન બની રહે છે. કેટલાક પ્રાણીઓને ધર્મ હંબગ” લાગે છે. જાણે ધર્મ ભૂલભૂલમાં પણ પિતાને લાગી ન જાય એવા ભયમાં એ રહ્યા કરે છે અને ધર્મપરામુખ રહેવામાં સમજણની મર્યાદા માને છે. એને વિકાસક્રમમાં ધર્મનું સ્થાન શું છે? તે વિચારવાને અવકાશ નથી. એ ધર્મના વાડા-ઝગડા અને બાહ્ય દેખાવ તરફ દૃષ્ટિ રાખી, ધર્મથી હિંદને કે અન્ય દેશને કેટલો ગેરલાભ થાય છે એની વાતો કરે છે પણ ખરે ધર્મ એ શી વસ્તુ છે? અને થતી ભૂલ સુધારવી શકય છે તેને અને કઈ પણ સંયોગોમાં સંસ્કૃતિનો અમૂલ્ય વારસે ગુમાવવા યોગ્ય નથી એનો એને ખ્યાલ પણ આવતો નથી.
કેટલાકને તો કોઈ જાતના રચનાત્મક વિચાર વગર જ માત્ર સ્વછંદ વર્તન ખાતર ધર્મનું નામ જ ગમતું નથી.
આવા નીતિથી દૂર ભાગનારા અને ધર્મના વિચારથી પણ વંચિત રહેતા પ્રાણીઓના સંસારવ્યાધિઓ કઈ રીતે મટાડવા? ભાવિતાત્માને વિચાર થાય છે કે નીતિના સ્પષ્ટ ખ્યાલ વગરના અને સાધ્ય વગરના જીવનમાં રસ લઈ રહેલા પ્રાણીઓનું શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org