________________
કારુણ્યભાવપ્ના
ર૭પ જાય છે. ધનપ્રાપ્તિમાં પણ લાખ મળે ત્યારે દશ લાખની ઈચ્છા થાય છે. એક વાર કોઈ પણ મનોવિકારને માગ આપે એટલે પછી અંદર ને અંદર ઉતરવાનું જ થાય છે. ડુંગર ચઢવું દોહ્યલું છે, ઉતરતા વાર લાગતી નથી. આ પ્રસંગે વિચારવા ગ્ય છે.
શું આ જીવનનો ઉદ્દેશ નીચે ઉતરવાનો છે? અહીં આવીને કાંઈ કમાઈ જવું છે કે હોય તે પુંછ પણ ગુમાવવી છે? આ પ્રપાત અને વધારે પ્રપાતને વિચાર કરતાં ખેદ થાય તેમ છે.
રૂ. ૧. કરુણના પ્રસંગેને કયાં પાર આવે તેમ છે ? બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ હોય તો પ્રાણી કલ્પનાઓ લગાવે છે. એને પરભવ સમજાતું નથી, આત્મા છે કે નહિ? એની ખાતરી થતી નથી, મેક્ષની વાત એને સમજાતી પણ નથી અને પછી મતિકલપનામાં આવે તેવા ખુલાસા હાકે રાખે છે. એને વૈભવ અને ગરીબાઈમાં કેવળ અકસ્માતના પરિણામે લાગે છે, એને શુભ અશુભ વર્તનના લાભ અહીંથી આગળ જતા દેખાતા નથી અને એને આખા વિશ્વને કોયડા ઉકેલવામાં અવ્યવસ્થા અને અન્યાય સિવાય કાંઈ બીજુ દેખાતું નથી. એને નાસ્તિકવાદ કે જડવાદમાં કાંઈ વિચિત્રતા ભાસતી નથી. એ તો સંસારમાં ખાઓ, પીઓ અને આનંદ કરે એમાં જ સાર્થકતા સમજે છે અને તેનું આખું જીવન સાધ્ય કે હેતુ વગરનું બની જાય છે.
અહીં જડવાદમાં કયાં ભૂલ થાય છે અને તેમની માન્યતા કેટલી અવ્યવસ્થિત છે? એ ચર્ચામાં ઉતરવાનું નથી. વાત એ છે કે, જડવાદના વમળમાં પડી જઈ પ્રાણ પિતાનો આખે વિકાસ અટકાવી દે છે. આખી સંસારરચનામાં કાર્ય કરી રહેલા નિયમોનું તેને કશું ભાન હોતું નથી અને કોઈ સંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org