________________
અમેદભાવના
૨૫૧
વિકાસક્રમમાં જુદું જુદું હોય છે, પણ નાને માટે પ્રત્યેક ગુણ પ્રમાદને પાત્ર છે અને ખુબ મજા આપે તે છે. ' પ્રમોદ ભાવના અન્યને અનુલક્ષીને કરવાની છે. એક પરોપકારી માણસનું દષ્ટાંત લઈ તેની પ્રશંસા કરીએ ત્યારે મનમાં જે અવર્ણનીય આનંદ થાય છે તે અનુભવગમ્ય જ છે. એ ગરીબો માટે, જરૂરીઆતવાળા માટે રાતદિવસ જે અગવડે ખમતા હોય અને અનેક પ્રકારની ઉપાધિનું દુ:ખ ઓછું કરાવવા કે દૂર કરાવવા યત્ન કરતા હોય તેને વિચાર કરતાં આત્મા ઉન્નત દશા અનુભવે છે. એના કાર્યમાં કાંઈ ક્ષતિ હોય તો એ વિચારવાનું આપણું કામ નથી, એને પરસેવા કરવામાં કાંઈ હેતુ હશે એમ ધારી લેવું એ આપણું નિબળતા અથવા અંદર રમી રહેલ ઈર્ષ્યા સૂચવે છે. એ આપણું કામ નથી, એ આપણું ક્ષેત્ર નથી, એ આપણે વિષય નથી. આપણે તો જે કોઈ પરોપકાર કરનાર હોય તેને પ્રશંસીએ અને તેમ ન જ બને તેમ હોય તો ચપ રહીએ, પણ પરસેવા કરનારની નિંદા કે દોષારોપણમાં તે કદી ભાગ ન જ લઈએ.
આ પ્રમાદ ભાવના લખતાં દોષ પર કાંઈ ન લખાય તે સારું. ગુણ જેવા અને ગુણ જોઈ પ્રશંસા કરવી, આનંદમગ્ન થવું એ દષ્ટિએ લખવાને જ વિચાર હતો. સહજ દુર્ગણ તરફ ધ્યાન ખેંચવું પડયું છે તે અતિ અનિવાર્ય હોય ત્યાં જ છે.
ખરી પ્રમોદ ભાવનાવાળાને તે ભારે મજા છે. એના વિશાળ હૃદયમાં આ દુનિયામાં પ્રકાશ જ દેખાય છે. એ જનાવરમાં, પક્ષીમાં, જળચરામાં અને નાના જંતુઓમાંથી પણ ગુણ શોધી શકે છે અને તેને બહલાવે છે. સાધારણ રીતે દુઃખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org