________________
૨૫૦
શ્રીમ્સાંતસુધારસ
તેનામાં પડેલા દુર્ગુણુ કેમ નાશ પામે ? તેનું ચિંતવન કરવું, તેવા પ્રયત્ન કરવા, તે માણસ માને તેમ હાય તો તેને તેવા પ્રકારની હિતશિક્ષા આપવી, આપણાથી ન માને તો જેનાથી માને તેમ હાય તેની પાસે હિતશિક્ષા અપાવવી, તેની ઉપેક્ષા પણ ન કરવી. પ્રાંતે કેાઈ પ્રયત્ને પણ જો તે માને નહિ, દુર્ગુણ છેડે નહિ, ઊલટા દ્વેષ વહન કરે તો પછી ઉત્તમ જનાએ ભવસ્થિતિનુ, સંસારમાં વર્તતા અનેક પ્રકારના જીવાના કર્માયત્ત વનનું, પ્રાણિમાત્ર કર્મને વશ છે અને તે નચાવે તેમ નાચે છે એવી લેાકસ્થિતિનું ચિંતવન કરવું, પણ હૃદયમાં તેના ઉપર દ્વેષ ન લાવવા, ખેદયુક્ત ન થવુ, સમભાવ જ રાખવા. એવા દુર્ગુણી પ્રાણી પણ, તેની ભસ્થિતિ ઘટશે ત્યારે, સસાર અલ્પ રહેશે ત્યારે, જરૂર ગુણી થશે, સર્વમાન્ય થશે, પૂજ્ય થશે અને અનેક જીવાનુ હિત કરી પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરશે એમ વિચારવુ. ઉત્તમ જનાની વૃત્તિ નિરંતર આવી જ વતે છે. ”
61
[ અઢારપાપસ્થાનક સઝાય. અ રહસ્ય. ” ]
આ ટાંચણુ લખાણથી મૂકવાનું કારણ છે. એમાં પ્રમેાદ ભાવનાનુ ક્ષેત્ર બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. એમાં મધ્યસ્થ ભાવનાના ભાવ લાવી છેલ્લી ચેાગભાવનાને જરા આકાર આપ્યા છે, પણ તે પ્રસ્તુત હાઇ પ્રાસ ંગિક છે. વાત એમ છે કે, ગુણવાન પ્રાણી ગુણ જુએ ત્યાં રાજી રાજી થઈ જાય છે, એના હૃદયની અંદર આનદ થઇ આવે છે, એની અને ઊર્મિએ થાય છે અને એ વ્યક્ત કર્યા વગર એ હૃદયને ખાલી કરી શકતા નથી. ગુણુમાં તો અનેકના સમાવેશ થાય છે, એ પ્રત્યેકમાં વળી તરતમતા હાય છે અને પ્રત્યેકનું સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org