________________
પ્રભાવના
૨૪૯
હેય અને કરાવતા હોય તેવા પુરુષની જ કીર્તિ જગતમાં જાગૃત રહે છે, ફેલાય છે, વિસ્તાર પામે છે, માટે ગુણના ઈચ્છક જનેએ પોતાનામાં અલ્પ ગુણ હોય કે વિશેષ ગુણ હોય, પણ તે તરફ દષ્ટિ નહિ કરતાં અન્ય મનુષ્યમાં રહેલાં દાન, શીલ, સંતોષ, પરોપકાર, દયાળુતા, નિરભિમાનપણું, સરલતા, પ્રમાણિકતા, સત્યવાદીપણું, લોકપ્રિયતા, વિનય, વૈરાગ્ય અને ક્ષમા વિગેરે ગુણોને થોડા કે વધતા પ્રમાણમાં જોઈ હર્ષિત થવું, તેની પ્રશંસા કરવી, તેની ખ્યાતિ થતી જોઈને રાજી થવું અને તેનામાં તે તે ગુણ બન્યા રહે, વૃદ્ધિ પામે અને વિશેષ પ્રશંસનીય થાય તેવી જિજ્ઞાસા રાખવી. આ પ્રમાણેના વર્તનથી વાસ્તવિક કહીએ તો તેવા ગુણરાગી પ્રાણીની પોતાની જ કીર્તિ થાય છે, મનુષ્ય માત્ર તેને વખાણે છે. આવી સહનશીલતા રાખવી–રહેવી જેવી મુશ્કેલ છે તેવી જ જરૂરની છે.
કર્તા મહાપુરુષ પ્રાંતે એવી ઉપયુક્ત શિક્ષા આપે છે કેહે ભવ્ય પ્રાણીઓ ! જ્યાં જ્યાં ગુણ દેખે ત્યાં ત્યાં તે ગુણ અલ્પ પ્રમાણમાં હોય કે વિશેષ પ્રમાણમાં હોય, પણ તેના ઉપર રાગ કરે. ગુણ ગુણ અભિન્ન હોવાથી ગુણ ઉપર રાગ કરે તે જ ગુણ ઉપર રાગ કર્યા બરાબર છે; અને તેમ કરવાથી જ તે ગુણ પોતાનામાં ન હોય તો પ્રગટે છે અને હોય તો વૃદ્ધિ પામે છે. આટલાથી જ બસ ન કરતાં, કર્તા કહે છે કે, ગુણ ઉપર રાગ કરવાની સાથે નિર્ગુણ કે દુર્ગણ ઉપર શ્રેષ ન કરશે. મનમાં એમ માની ન લેશે કે ગુણ ઉપર રાગ કરે એટલે નિર્ગુણ ઉપર દ્વેષ કરવાનું તે અર્થપત્તિથી સિદ્ધ થઈ ગયું. તમારે તો નિર્ગુણ કે દુર્ગણું ઉપર દ્વેષ ન કરતાં સમચિત્તવાળા રહેવું, સમભાવ રાખો, ક્રોધ ન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org