________________
૨૪૬
શ્રી શાંતસુધારસ
પુરુષે સ્વપર ઉપકાર કરે છે અને એ આપણા સર્વમાનને
છે. આવા મહાપુરુષો દૂર હોય કે નજીક હોય, પૂર્વકાળમાં થયા હોય કે અત્યારે વિદ્યમાન હોય, પુરુષ હોય કે સ્ત્રી હિય; ગમે તે હોય તે આપણા સ્મરણને પાત્ર છે અને તેનું સ્મરણ કરી આપણી જાતને પવિત્ર બનાવી કૃતાર્થ કરીએ છીએ.
૮. આવી રીતે અન્ય પ્રાણીઓમાં, અન્ય પ્રાણીઓ પૈકીના મહાપુરુષમાં જે જે ઉચ્ચ ગુણે જડી આવે, મળી આવે, પ્રાપ્ત થાય તેનું મનમાં રટણ કરી આ જીવનને સફળ કરવું. આ મનુષ્ય ભવ શા માટે મળે છે ? કાંઈ ખાવા-પીવા કે પૈસા એકઠા કરવાને એને ઉદ્દેશ ન જ હોય. પૈસાવાળાને કઈ પ્રકારનું અંતરનું સુખ હોય એવી માન્યતા વસ્તુસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે. અહીં તો ગુણને એકઠા કરી, સંગ્રહી, સ્વાયત્ત કરી, વિકાસમાં પ્રગતિ કરવાનું કર્તવ્ય છે. એ કાર્યના ગુણને ઓળખી તેનું બહુમાન કરવું અને તે દ્વારા ગુણના વાતાવરણમાં પડી જઈ વિકાસની સપાટી ઊંચી લઈ જવાની છે.
આપણે આ જીવનની શરૂઆતમાં અમુક વિકાસની સપાટી પર હાઈએ છીએ. એની સપાટી ઊંચી લઈ ગયા કે નીચે ઉતારી ગયા કે હતી તેની તે જ સપાટી રાખી રહ્યા–એ પ્રશ્નના નિર્ણય ઉપર જીવનની સફળતાની ગણતરી થાય છે. આ ભવ સફળ કરવાનો વિશાળ માર્ગ પરગુણનું પરિભાવન છે અને પરગુણનું પરિભાવન એ જ પ્રમોદ ભાવના છે.
એટલા માટે કેટલાક ગુણના ભંડાર જેવા મહારત્નો હોય છે, જેમનામાં ગુણ સારી રીતે સ્થિત થઈ ગયેલા હોય છે, ગુણે જામી ગયેલા હોય છે, ગુણે ઘર કરી રહેલા હોય છે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org