________________
પ્રમોદભાવના
૨૪૫
ગીરી વગર સીધા અંતરાત્માને પૂછે છે અને ત્યાંથી એને શુદ્ધ ધ્વનિમાં ઉત્તર મળે છે. તત્ત્વજ્ઞાની અને ચગીમાં આ મોટે તફાવત છે.
બનેનું સાધ્ય એક જ હોય છે, માર્ગ પૃથક્ હેાય છે; પણ અંતે મળી જાય છે. બાહ્ય નજરે એક વ્યવહારનું આલંબન લેનાર દેખાય છે, બીજામાં નિશ્ચય તરફ વલણ વધારે દેખાય છે. સુજ્ઞ એ બન્નેનો સમન્વય કરે છે અને અનેકતામાં રહેલી એકતા શોધી કાઢે છે. - તાત્વિક મહાપુરુષમાં આપણે શ્રીમદ્દયશવિજય મહારાજનું નામ સત્તરમી સદીના “અવતંસ” તુલ્ય ગણીએ. ગીમાં એ જ સદીના આનંદઘનજી શિખરસ્થાને આવે છે. આવા મહાપુરુષના ગુણેનું કીર્તન કરવું, તેમનું નામસ્મરણ કરવું એ મહાન શુભ ગ છે, મેઘેરે લ્હાવે છે અને અવશ્ય કર્તવ્ય છે.
અનેક સજજન પ્રાણુઓ આ દુનિયામાં હતા અને અત્યારે છે. સજજન કેણ કહેવાય તેની વિચારણા માટે પ્રથમ ઘણું લખાયેલ છે.
આવા સજજન પુરુષોનાં મરણે પ્રેરક છે, બાધક છે, નિયામક છે. એમને અનંત વંદન હો ! એવા મહાપુરુષ જગત પર ઉપકાર કરી દષ્ટાન્ત પૂરું પાડનાર છે.
કેટલાએ મહાપુરુષે વસ્તુ પરીક્ષા કરવામાં અને તેને વિવેક કરવામાં હંસબુદ્ધિવાળા હોય છે. એ ક્ષીર અને નીરને જુદા પાડી સત્વ સંગ્રહે છે, નિરર્થક કચરો ફેંકી દે છે અને સત્યનો સ્વીકાર કરી અન્યને તે પર પ્રકાશ પાડે છે. યથાર્થ અયથાર્થની પૃથક્કરણ શક્તિનું બળ પ્રાપ્ત કરનાર આવા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org