________________
પ્રભેદભાવના
૨૪૭ તેવાઓના ગુણનું ગાન કર. એ ગુણની પ્રશંસા ભક્તિભાવે, પૂર્ણરાગથી કર. કવિતામાં આવડે છે તેમાં, ગદ્યમાં આવડે તો તેમાં, સાદા શબ્દોમાં આવડે તો તેમાં–તને ગમે તે રીતે તે ગુણગાનમાં લીન થઈ જા, એના ગીતના તાલમાં નિમગ્ન થઈ જા અને એનું બહુમાન કરવામાં તત્પર બની જા.
એ રીતે રાગાદિ વિકાર રહિત થઈ શાંતસ્વભાવમાં વિવિધ પ્રેમના ભારથી એકરસ થઈ વિનોદ કર. શાંતરસનું પાન કર. પ્રમોદભાવના એટલે શાંતરસની ઉત્કૃષ્ટ જમાવટ છે. આ રીતે હે વિનય! ગુણપરિતષની રચના તું કર.
x
x ઉપસંહાર —
અમેદા– પ્રમેદ” શબ્દમાં જ ચમત્કાર રહે છે. પ્રાણમાં જે સહજ પણ ગાંભીર્ય કે એજ હોય તો એને પ્રદ શબ્દ બોલતાં અંદર એક પ્રકારની વિશુદ્ધ લાગણી થયા વગર રહે નહિ.
પ્રમોદ ભાવનામાં ગુણચિન્તન, ગુણપ્રશંસા, ગુણસ્તવન, ગુણમહિમા અને ગુણગાનની વાત છે. ગુણ સંબંધી આખું તત્વજ્ઞાન બહુ સંક્ષિપ્ત શબ્દોમાં આ લેખક મહાશયના સમકાલીન તત્વજ્ઞાની શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે દ્વેષ પાપસ્થાનકની સઝાયમાં રજૂ કર્યું છે. એ પ્રત્યેક પાપસ્થાનકની સઝાયે એક એક ગ્રંથ જેવી છે તેમ જ સૂત્ર જેવી છે, ચાવી જેવી છે. ગુણનું રહસ્ય ત્યાંથી સમજી લઈએ. તેઓશ્રી કહે છે કે– “નિર્ગુણી તે ગુણવંતન જાણે, ગુણવંત તે ગુણ દ્વેષમાં તાણે. લા આપ ગુણું ને વળી ગુણરાગી, જગમાં તેહની કરતિ ગાજી. લા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org