________________
અમેદભાવગ્ના
* ૨૩૯. • ૪. ગુણની કેટલી પ્રશંસા કરીએ ? એકેક ગુણને વિચારીએ તે પણ આશ્ચર્યમુગ્ધ કરી નાખે તેમ છે. ભગવાનનો એક તિતિક્ષા ગુણ જ વિચારીએ. તિતિક્ષા એટલે સહનશીલતા, ક્ષમા. એ એક ગુણથી મુક્તિનું સાધન તૈયાર થાય છે. કર્મનું જોર એટલું આકરું હોય છે કે એક મેહરાજા જ અભિમાનપૂર્વક પ્રાણુને સંસારચક્રમાં દીર્ઘ કાળ ભમાવી શકે છે, પણ ભગવાન પોતાની તિતિક્ષાશક્તિથી એ સર્વ કર્મસમૂહ, જે અભિમાનથી ગાજતે હોય છે તેને એકદમ વિદારવા માંડે છે અને અંતે તે સમૂળ નાશ પામી જાય છે.
ગુણની હકીક્ત એવી છે કે એક વખત એક ગુણને સર્વાશે ગ્રહણ કરવા નિશ્ચય થયે કે એની પછવાડે અનેક ગુણો સ્વતઃ ચાલ્યા જ આવે છે. ક્ષમા ગુણ નાની મોટી બાબતમાં ગમે તે ભેગે આદરવા નિર્ણય થયે એટલે અભિમાન ચાલ્યું જાય, દંભ ટકી શકે નહિ, મૂછની ગંધ સંભવે નહિ, અસૂયા, મત્સર મૂળમાંથી ઉઠે જ નહિ, નિંદા પાસે પણ આવે નહિ વિગેરે વિગેરે. આ રીતે વિચારીએ તે કઈ પણ એક ગુણને વિકાસ કરવાની જરૂર સમજાય. આપણે પાંચ સાત બાબતને ન વળગતાં એક ગુણને ગમે તે ભેગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ તે પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાથે સમીપ આવે છે.
જે મહાપુરુષોએ એક સહનશીલતા-ક્ષમા ગુણને વિકાસ કર્યો તેની અંતરથી પ્રશંસા કરીએ છીએ. કઈ પણ એક ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારની પણ અમે પ્રશંસા કરીએ છીએ.
૫. એક બીજું દષ્ટાન્ત વિચારીએ. ગૃહસ્થ હાય, સાધનસંપન્ન હોય અને શારીરિક અનુકૂળતા હોય છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org