________________
૨૪૦
શ્રીબ્રાંતસુધારસ શિયળ ગુણને બરાબર વિકસાવે, પરધારાને સર્વથા ત્યાગ કરે એને ધન્ય છે. એવા ગૃહસ્થને પવિત્ર યશ અત્યારે પણ જગતમાં શેભા પામે છે, વિસ્તરે છે.
પરદારા શબ્દમાં વિધવા, કુમારી અને વેશ્યા એ સર્વના સમાવેશ થાય છે, એમાં રખાયત સ્ત્રીને પણ સમાવેશ થાય છે. જાહેર રીતે પરણેલી સ્ત્રીમાં સંતોષ રાખવે એ ગૃહસ્થને ધર્મ છે. એ ઉપરાંત અન્ય કોઈ પણ સ્ત્રી તરફ઼ એ પ્રેમરાગ-નજરે ન જુએ, ન બેલે, ન વર્તી અને મન-વચનકાયાથી પરસ્ત્રીને અંગે શિયળ-બ્રહાવ્રત પાળે.
આવા ગૃહસ્થને યશ જગતમાં જરૂર વિસ્તરે છે. સાધારણ રીતે ન ફળે એવા કેટલાક અવકેશી આંબા હોય છે, એના ઉપર
જ્યારે કેરી આવે ત્યારે જરૂર તે આંબાની કિંમત થાય છે. અનુકૂળતાવાળા ગૃહસ્થ અફળ આંબા જે બહુધા હોય છે. એ લાલચને વશ થઈ ફસી પડે છે અને ધનાદિની અનુકૂળતા એને એમાં મદદ કરે છે. એવું છતાં જે એકનિષ્ઠ રહે તે ધન્ય છે. એને યશ જરૂર વિસ્તરે છે.
સામાન્ય રીતે આમાં ફરજ ઉપરાંત વિશેષતા નહિ લાગે, પણ એને અંગે મુંબઈ જેવા શહેરના ગૃહસ્થોનાં જીવનને અભ્યાસ કરવાની જરૂર છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વખતમાં જે સંયમપૂર્ણ ગૃહસ્થ જીવનની પ્રશંસા થતી હતી તે આજે ૩૦૦ વર્ષ પછી જરા પણ ફરી હોય એમ લાગતું નથી. એને અત્યારની કલબની વ્યવસ્થા, મેટરેની અનુકૂળતા, વિજળીની લાઈટ અને સટ્ટાને કારણે ધનની અસ્થિરતાએ સર્વ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org