________________
:
૩૮
•
શ્રી શાંન્ત સુધારસ અને એટલે જ થાય એ ખૂબીની વાત છે. આ પ્રમોદ કરનારને લાભ એ મૂળ કાર્ય કરનારના લાભમાંથી નીકળત–આવતો નથી, પણ એ સ્વતંત્ર છે અને એ પ્રમોદમાંથી જ જાગે છે.
દુનિયાની સારી બાજુ જેનારને સારું જ મળ્યા કરે છે.
૩. હવે પ્રમાદ કરવાના કેટલાક પ્રસંગે રજૂ કરે છે. જે મહાત્મા પુરુષોનાં મનમાંથી રાગ, દ્વેષ ને મોહને વિકાર નીકળી ગયે હોય છે તેનું નામ અમે વારંવાર જપીએ છીએ. વીતરાગ પરમાત્માથી માંડી જેના જેના વિકારે નાશ પામ્યા હોય તેનાં નામ પ્રમોદપૂર્વક વારંવાર લઈએ છીએ. એ નામે લેવાથી એમના ગુણે તરફ રાગ થાય છે અને આપણી ભાવના આદર્શ સ્થાનને પામે છે.
જે પરોપકારી પુરુષ જગત ઉપર ઉપકાર કરી રહ્યા છે તેઓનાં નામે જપીએ છીએ. જગડુશા જેવા દુકાળઉદ્ધારકો અને આ સમયમાં ઉદભવતા અનેક મહાપુરુષો પોતાની જાતને વિસારી દઈ જગત પર અનેક જાતના ઉપકાર કરે છે તે પ્રશંસાપાત્ર છે. કઈ ગુલામગીરીને નાશ કરવા મથે છે, કેઈ ગરીબનાં કંગાળ મકાનેને બદલે સાદાં સસ્તાં મકાને પૂરાં પાડવાનું કામ કરે છે, કેઈ શારીરિક વ્યાધિઓ દૂર કેમ થાય? તેને લગતા પ્રાગે કરે છે, કઈ જગતની શાંતિ માટે પ્રયાસ કરે છે. એવા અનેકવિધ ઉપકારકોનાં નામે અમે વારંવાર લઈને અમારી જાતને કૃતાર્થ કરીએ છીએ. અસાધારણ સાહિત્ય તૈયાર કરનાર, દુઃખ દૂર કરનારી શેધ કરનાર, ધર્મોપદેશ કરનાર, સગુણનો પ્રકાશ કરનાર સર્વ ઉપકારી છે, સર્વનાં નામે પ્રભાતમાં લેવા
ગ્ય છે. એમાં જાતિ કે ધર્મની મર્યાદા ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org