________________
૨૩૦
શ્રીષ્ણાંતસુધારમ્સ
સમજેલા પ્રાણીઓ વિકાસક્રમમાં કદી પછાત હોય પણ માગે ચઢી ગયેલા હોય તો તેના ગુણોની પણ પ્રશંસા કરી, એને માટે તેમને યોગ્ય માન આપે છે.
એ અન્યમાં સંતોષવૃત્તિ જુએ એટલે તેને પ્રશંસે છે, અન્યમાં સત્યપ્રિયતા જુએ ત્યાં એ વારી જાય છે, ધનવાનની ઉદારતા જોઈ એ હર્ષઘેલો થઈ જાય છે, વિનયને કઈ પણ પ્રકાર જોઈ એ રાજી રાજી થઈ જાય છે.
આટલા ગુણ ગ્રંથકર્તાએ નામ આપીને લખ્યા છે. માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ શાસ્ત્રકારે વર્ણવ્યા છે. એમાં પ્રમાણિકપણું–ન્યાયસંપન્ન વિભવ એ મુખ્ય સ્થાનકે છે. એક એક ગુણ પ્રશંસાને પાત્ર છે. પ્રમોદભાવનાભાવિત ચેતન અન્યના ગુણને જ જુએ છે. એ સમ્યગધ વગરના પ્રાણમાં પણ ગુણે જુએ એટલે એનું હૃદય તે નમન કરે છે. એને રસ્તે ચઢેલા જોઈ એને આનંદ થાય છે. કેઈ મોટી રકમની ગ્ય સખાવત દુનિયાનાં દુઃખ-દર્દો દૂર કરવા માટે આપનારની હકીકત સાંભળે કે તરત જ એ આનંદદગાર કાઢે છે, એને લેકેના જ્ઞાન પ્રસાર માટેના પ્રયત્નમાં પ્રકાશ દેખાય છે અને જ્યાં જ્યાં નમ્રતા, દયાળુતા, સમતા, ધીરતા આદિ સગુણ જોવામાં કે જાણવામાં આવે ત્યાં આનંદ આનંદમય વાતાવરણ દેખાય છે.
પ્રમોદ ભાવના પ્રાણીમાં કેટલી વિશાળતા ઉત્પન્ન કરે છે અને ગુણાનુરાગ કેટલે ગુણયલ અને ગુણાકર્ષક બનાવે છે તેની પરાકાષ્ઠાનું આ દષ્ટાન્ત છે. આમાં વગરસંકેચની વિશાળતા છે અને એ ખરું જૈનત્વ છે.
અત્યાર સુધીમાં જ્યાં જ્યાં ગુણદર્શન થયા ત્યાં ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org