________________
પ્રમાદભાવના
૨૩૧
પ્રશંસા કરી, એના સ્થાનકે વ્યક્તિની વિચારણા કરતાં ગુણપક્ષપાતની ભવ્યતા સ્પષ્ટ થાય છે. આ વાત ખૂબ વિચારવા યાગ્ય છે અને એનાં રહસ્યદર્શનમાં જૈનત્વની ખરી ચાવી સાંપડે છે. ૬. આટલા માટે પ્રેરકભાવે જીભ, કાન અને આંખને ઉદ્દેશીને કહે છે કે હે જીભ ! ભાગ્યવંત પ્રાણીઓના સુરિત્રા ખેલવામાં અથવા તેમના ગુણુગાન કરવામાં તું સજ્જ થા. તારી પ્રાપ્તિનું પરમ રહસ્ય મહાત્માએનાં ગુણુ સ્તવનમાં છે. કાનાને ભલામણ કરે છે કે અન્ય સદ્ગુણુશાળી મહાપુરુષાના કીર્તિસ્તવન સાંભળવાની ખાખતમાં સિક અન. કણ પ્રાપ્તિના એ સાચે લાભ છે અને ખૂબ મજા આપે તેવા એ પ્રસંગ છે. અને આંખાને ભલામણ કરે છે કે અન્ય પ્રાણીને ચાગ્ય રીતે માટી સંપત્તિ પ્રાપ્ત થઇ જાય એ જોઇને તુ આનંદ પામ.
સસારમાં ખરા લાભ આ છે. સાધારણ રીતે અન્યની મહત્તા જોઇ તેને ઉતારી પાડવાનું કાર્ય જીભ કરે છે, કાન એ પ્રશસા સાંભળવા રાજી નથી હાતા અને પાત્કર્ષ સહુન કરવાની તાકાત મહુ અલ્પ પ્રાણીમાં હાય છે. આ વિચાર પુસ્તકિયા નથી, પણ વસ્તુત: અનુભવસિદ્ધ છે. મનુષ્ય
સ્વભાવને અભ્યાસ કરનાર આ ખામતની સાક્ષી પૂરી શકે તેમ છે. વાત નાની દેખાય છે, પણ ખાસ મહત્ત્વની છે અને ખાસ કન્ય હાઇ ગુણની સન્મુખ કરનાર છે.
આ અસાર સંસારમાં આપણે કયાં ઘસડાઇ જવાના છીએ તે જાણતા નથી. અતિ અલ્પ જીવનમાં પણ જો આટલી વિશાળતા કેળવીએ તેા વિકાસક્રમમાં કાંઇક ઊંચા આવીએ. પરના નાના સરખા ગુણુને પણ ખહલાવતાં શીખીએ તેા આપણા માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org