________________
પ્રિ-મેદભાવના
૨૨૯ કિંમત આંકી છે. જૈન ધર્મની આ વિશાળતાને કારણે એ સ્ત્રીની ધન્યતા પ્રમાદ ભાવે ભજે.
એ સ્ત્રીઓ કેવી હોય? જેઓનું જીવન સાધુતામય હોય, જે અહિંસા, સંયમ અને તપમય જીવન જીવી, પંચમહાવ્રત ધારણ કરી આત્મપ્રગતિ કરતી હોય તેવી સાધ્વીઓને ધન્ય છે. એવી સાધ્વી સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે, કૃતના અભ્યાસથી નિર્મળ થયેલ બુદ્ધિવાળી હોય છે અને શીલને એના વિશાળ અર્થમાં (ધર્માચરણ, સદ્દગુણપાલન) શેલાવનારી હોય છે. વિચાર કરતાં ચંદનબાળા, બ્રાહ્મી, સુંદરી, મૃગાવતી આદિનાં ધન્ય ચરિત્રો આપણી નજર આગળ તરી આવે છે.
વળી શ્રાદ્ધી–શ્રાવિકાઓ જેઓ શિયળ-બ્રહ્મચર્ય શ્રાવિકાની મર્યાદામાં પાળી અંતરાત્માને શોભાવતી હોય તેને પણ ધન્ય છે. રાજસભામાં વિદ્વત્તાપૂર્વક કર્મનો સિદ્ધાન્ત સ્થાપન કરનાર
મયણાસુંદરી, ચંપાનગરીનાં દ્વાર ખુલ્લા કરનાર સુભદ્રા, તથા વિગ દુઃખ સહન કરનાર અંજનાસુંદરી, સીતા આદિના વિશિષ્ટ સદ્ગુણે પ્રશંસનીય છે, તેમનાં જીવન ધન્ય છે,
નસીબદાર પ્રાણીઓ ગર્વમુક્ત થઈ આવા સાધુપુરુષ અને સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા કરી ગુણાનુરાગ પ્રદર્શિત કરે છે, તેમના વિશિષ્ટ વર્તન માટે હૃદયને ઉલ્લાસ પ્રકટ કરે છે અને તે કાર્ય તેઓ અનેક વાર કરવામાં વધતે વધતે આનંદ લે છે.
૩. . ગુણને ખરે રાગ થાય તેને ગુણ તરફ જ ખેંચાણ હોય છે, એને મર્યાદાનાં બંધને અસર કરતા નથી, વાડાની સંકુચિતતા એને કેદ કરતી નથી અને દષ્ટિમર્યાદાની હદ અંક્તિ રહેતી નથી. એ જૈન ધર્મના વિશાળ સિદ્ધાન્તો ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org