________________
૨૨૮
શ્રી.શાંતસુધારસ
ભાવનાશીલ રહે છે. એ ચારે પ્રકારના ધર્મો કરવામાં તેઓને ખરી શ્રદ્ધા હૈાય છે અને તે શ્રદ્ધા જ્ઞાનથી સમુચિત થયેલી હાય છે. એનામાં વિચારશક્તિ તેમજ પૃથક્કરણશક્તિ ખીલેલી હાય છે. એનામાં વિવેક જાગેલા હાય છે, એની શ્રદ્ધા પુષ્ટ અને નિશ્ચળ હોય છે અને તે અંધ અનુકરણ ઉપર નહિ પણ વિશાળ સમજણ અને પ્રકાશ પર રચાયલી હોય છે. આવી શ્રદ્ધાપૂર્વ ક–સમજણુ-વિવેકથી એ ચારે પ્રકારના ધર્માંને આચરે છે. એનામાં ‘ શ્રુતસમુચિત ’ શ્રદ્ધા હૈાવાથી એ સર્વ પ્રકારે પ્રશંસાપાત્ર છે અને એનું સાષ્ય ગુણપ્રાપ્તિ હૈાવાથી એ જરૂર આગળ વધે છે. એને જ્યાં અંધશ્રદ્ધા લાગે ત્યાં એ સ્પષ્ટ રીતે વિચાર જણાવે છે અને છતાં એની શ્રદ્ધાને, એના ધર્મ રાગને જરા પણ વાંધા આવતા નથી. એની લાલસા ‘ધર્મ કરનાર હોવાનું ઉપનામ મેળવવાની ન હોય, પણ એને ગુણુ ઉપર ખૂબ રાગ હોય અને આગળ વધવા તાલાવેલી લાગેલી હોય. આવા ગૃહસ્થાને ધન્ય છે, તે અભિનંદનને પાત્ર છે, ભગવાનના પુત્ર છે, ભગવાનના સાચા સેવક છે, સહાયક છે અને જગતના ખરા ખંધુએ છે.
નિગ્રંથના ખરા
પ્રમેાદભાવના શ્રાવકના ગુણે'ની પ્રશંસા સર્વ ગુણગ્રાહી પાસે કરાવે છે, એ એની વિશિષ્ટતા છે.
જનસમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું પછાત હતું, પણ જૈનદર્શનકારેાએ પ્રથમથી જ સ્ત્રીઓને અનેક રીતે સરખુ સ્થાન આપ્યુ છે. એમણે ચતુર્વિધ સધમાં સ્ત્રીએને સરખા હક્ક આપ્યા છે, એના મેક્ષ જવાના હક્ક સ્વીકાર્યાં છે અને એનાં પવિત્ર નામેા પ્રભાતમાં લેવાને ઉપદેશ કરીને એનાં સદ્ગુણાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org