________________
પ્રભેદભાવના
૨૨૫
“મહાતીર્થ સિદ્ધક્ષેત્રમાં ધ્યાનસિદ્ધિ થાય છે. સાગરના અંતભાગમાં, વનના અંતભાગમાં, ગિરિશિખર પર, નદીના પુલીનમાં, કમળવનમાં, કિલ્લામાં, શાલવૃક્ષોના જૂથમાં, નદીના સંગમ પર, દ્વીપમાં, નિર્જીવ વૃક્ષકેટરમાં, જીર્ણ બગીચામાં,
સ્મશાનમાં, જંતુરહિત ગુફામાં, સિદ્ધકૂટમાં, શાશ્વત કે અશાશ્વત જિનચૈત્યમાં, જ્યાં કેળાહળ ન થતું હોય તેવા શાંત સ્થાનમાં, મનને પ્રીતિ કરનાર અને પ્રાણીઓને સુખ કરનાર સ્થાનમાં, શૂન્યસ્થાનમાં, કેળલતામંડપમાં અને શીત કે ગરમી રહિત સ્થાનમાં ધ્યાન કરવું. જે સ્થાનમાં રાગ વિગેરે દોષ લઘુતા પામે ત્યાં વસતિ કરવી અને ખાસ કરીને ધ્યાનકાળમાં તો જરૂર ત્યાં જ વસવું.” આ હકીકત કાંઈક વિસરાતી જતી જણાય છે અને જેમને અભ્યાસ નાશ પામતે જણાય છે, તેથી લંબાણ ટાંચણ કર્યું છે. આવા શાંત સ્થાનમાં ચેતનરામને ધ્યાવતા નિર્ચન્થને ધન્ય છે ! વળી તે કેવા હોય? તે કહે છે:
એ શમરસમાં તૃપ્ત હાય, એના મુખ પર શાંતિના શેરડા પડતા હોય, એના વાતાવરણમાં અખંડ શાંતિ હોય, પક્ષ કે માસના ઉપવાસ કરનારા હોય, બાહ્ય અને આંતરિક તપના કરનાર હાય.
જે જ્ઞાનવાન હોય, એટલે ધાર્મિક અભ્યાસ જેમણે સારી રીતે કરેલ હોય અને જ્ઞાનના પરિશીલનથી જેમની બુદ્ધિ વિશાળ થઈ ગઈ હોય, જેઓ ધર્મની વિશાળતા સમજી સ્યાદ્વાદમાર્ગનું રહસ્ય સમજી અન્યને સમજાવી શકતા હોય, જે જેનધર્મમાં રહેલી વિશ્વધર્મ બનવાની વિશાળતા હૃદયમાં ધારી શક્તા હાય, જે ઉપદેશ આપવાની પદ્ધતિ, અધિકાર અને ગ્યતા - ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org