________________
૨૨૪
શ્રી શાંન્ત સુધારસ લે છે તેને “રસજ્ઞ” ન કહેવાય, પણ આજ્ઞ કહેવાય. જીલ્લાપ્રાપ્તિનો સદુપયોગ વિતરાગના સ્તોત્ર, સ્તવન, નામોચ્ચારણ કરીને સાધવાને છે.
જે પ્રકારે ફાવે તે રીતે વીતરાગના ગુણેને ઓળખી તેને અનેક પ્રકારે ઉચ્ચાર કરવા દ્વારા તેને હૃદયમાં સ્થાન આપી જીવન સફળ કરવાને આમાં ધ્વનિ છે.
જે વિશાળ ચિત્ર વીતરાગદશાનું આલેખવામાં આવ્યું છે તેને અંતરમાં ઉતારવું, તેને ધન્ય સમજવું અને એવા વિશ્વબંધુ ભગવાનની દશા અંતરથી ભાવી તેમાં આનંદ પામ તેમજ તેવા ગુણેને બહલાવવા એ વિશાળ વૃત્તિને ખૂબ પિષક છે, જીહાપ્રાપ્તિને સાર છે અને આત્મવિકાસનું પરમ સાધન છે.
ન. ૩. આત્મધર્મ સન્મુખ થઈ, સંસારનો સર્વ રાગ છેડી દઈ, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાસી થઈ જે સાધુ મહાત્માઓ અત્યારે તીર્થકર દેવના મહાવિશાળ તત્ત્વજ્ઞાનને દુનિયામાં પ્રકાશ કરી રહ્યા છે તેઓ ખરેખર ધન્ય છે.
નિર્ગથ એટલે ગ્રંથ વગરના. ગ્રંથ એટલે બંધન. સંસાર બંધન જેનું છૂટી ગયું હોય તે નિગ્રંથ કહેવાય. એમને માટે વાપરેલા પ્રત્યેક વિશેષણ ખૂબ અર્થ–રહસ્યગભિત છે. એમાં બંધનત્યાગને મહિમા બરાબર સમજાય છે. એ વિશેષણ આપણે સંક્ષેપથી જોઈ જઈએ.
એ પર્વતના શિખર ઉપર, ગહન વનના ઊંડાણમાં, વિશાળ ગુફાના અંતમાં, કે નીચા પ્રદેશમાં બેસીને આત્મધ્યાન લગાવી રહ્યા હોય છે. ધ્યાનસિદ્ધિમાં આસનને પ્રધાન સ્થાન છે. તેને માટે નીચેનાં સ્થાને જ્ઞાનાર્ણવકાર બતાવે છે. (પ્રકરણ ૨૮)
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org