________________
પ્રમોદભાવના :
૨૨૩ દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યને પરિણામે જે ગુણરાશિ જાગૃત થાય છે તે મહાન છે. એ ગુણરાશિની જેટલી સ્તુતિ, પ્રશંસા કે સ્તવના કરીએ તેટલી ઓછી છે.
સ્તવના કરવામાં વાણીને આશ્રય લેવો પડે છે. વાણું આઠ સ્થાનકમાં સંમિશ્રણથી ઉદ્દભવે છે. કંઠ, તાળું, મૂર્ધ, દાંત, હોઠ, જીલ્લા, ઉર અને નાસિકા. આ આઠ સ્થાને વીતરાગના ગુણની સ્તવનાવડે વારંવાર પવિત્ર થાય છે. વીતરાગના પ્રત્યેક ગુણસ્તવનમાં ગુણ તરફ રાગ પ્રગટ થાય છે અને ગુણરાગ એ ગુણપ્રાપ્તિનું અચૂક આવાહન છે. જેમ ગુણગાન વધારે થાય તેમ ગુણ તરફ પ્રેમ થાય છે અને પ્રેમપાત્ર વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. ભક્તિરસનો આ પ્રકાર છે. ગુણગાનથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. ખરી ભક્તિમાં એકતાનતા થાય છે, અને રોગોની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે. રાવણનું દષ્ટાન્ત આ સંબંધમાં સુપ્રસિદ્ધ છે. અષ્ટાપદ પર્વત પર એ પ્રભુગુણગાનમાં લીન થયે, તાંત તૂટતાં શરીરમાંથી નસ કાઢી સાંધીને પણ લયભંગ થવા ન દીધે તેથી તેણે ત્યાં તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું. ગુણના ગુણગાન એ તે જીવનનો મોટો લહાવો છે.
જે જીલ્લા પ્રભુસ્તત્રને રસ જાણનારી છે તે પણ ખરેખર ધન્ય છે. એને જે રસના–રસને પીછાનનારનું નામ આપવામાં આવે છે તે નામને એ ગુણગાનથી સાર્થક કરે છે.
બાકી નકામી વાત-વિકથાઓ કરનાર છઠ્ઠા ખાલી વાચાળ થઈ આખે વખત બોલબાલ કર્યા કરે છે, નકામા તડાકાફડાકા માર્યા કરે છે. રાજ, સ્ત્રી, દેશ કે ભેજનની કથામાં રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org