________________
૨૨૨
શ્રીષ્ણાંતસુધારસ ૧. તેઓ “મહાપ કહેવાય છે. ગાયના મોટા ધણનું રક્ષણ કરનાર, ચરાવનાર, અને તેનું સુખ ઈચછનાર પાળક (ગોવાળ ) જેવી એકતાથી ગાય તરફ વતે છે તેવી વિશાળ વૃત્તિએ–રક્ષણભાવે અંતરના નાદથી જનતા તરફ તેઓશ્રીનું વલણ હોય છે. ૨. “મહામાહણ” કઈ કઈ જીવને હણે નહિ એવી અમારી શેષણાને પ્રવર્તાવનાર “માહણ” કહેવાય છે. તેના મહત્ત્વવાળા સ્થાનને પ્રાપ્ત થયેલ એ મહાત્મા આખા પ્રાણુંગણ તરફ અહિંસા ભાવ વિસ્તારે છે, તેથી તે મહામાહણ કહેવાય છે. ૩. “નિર્ચામક” તારુ. સંસારસમુદ્ર અનેક તરંગથી વ્યાકુળ છે, એમાં પ્રાણુઓ તરંગે પર ચઢે છે અને અહીંતહીં અફળાય છે, કુટાય છે અને ડૂબતા જાય છે. એને તારી, કાંઠે લાવી અનંત શિવસદને પહોંચાડનાર વીતરાગ નિયામક કહેવાય છે. ૪. “સાર્થવાહ” એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં અગાઉના જમાનામાં સથવારાની બહુ જરૂર હતી. ચેર, લુંટારા, ભયંકર પ્રાણીઓ અને માર્ગની અગવડમાં સહાય વગર મુસાફરી લગભગ અશક્ય ગણાતી. મોટા સાથે વાતો રક્ષકની ટુકડી સાથે નીકળતા અને પિતાના સાર્થમાં અનેક પ્રવાસીઓને લઈ જતા. ધન્ના સાર્થવાહનું ચરિત્ર આદિનાથ ચરિત્રમાં સુપ્રસિદ્ધ છે. સંસાર અટવી કેવી ભયંકર છે? તે આપણે આ ગ્રંથના પ્રથમ લોકમાં જોયું છે. એ લોકમાં જે કાર્યની મહત્તા બતાવી છે તે સાર્થવાહ બિરુદને સાર્થક કરે છે.
આ તો સહજ ખ્યાલ આપવા ચાર બિરુદની વાત કરી. આવા અનેક ઉપનામ શ્રી વીતરાગ દેવને લાગી શકે છે. એને લગતા અનેક અતુલ્ય મહાન ગુણે ભગવાનના આત્મસ્વભાવમાંથી કર્મક્ષયને પરિણામે ઉદ્દભવે છે. અનંત જ્ઞાન, અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org