________________
પ્રમેન્દભાવના
૧
જે વીતરાગ અનંત ગુણના ધરનાર, દુનિયાને દુ:ખમાંથી મુક્ત કરવા ઉપદેશ આપનાર અને આદર્શ વનના જ્વલ ત દૃષ્ટાન્ત હાય તેમને ખરેખર ધન્ય છે ! તેએના અવતાર સફળ છે અને તેમનુ કર્તવ્યનિષ્ટપણું આદર્શો છે. અતિ વિશાળ ભાવે જગતને ઉપદેશ આપનાર અને અંતરાત્મદશામાં રમણુ, કરી રહેલા એ પરમાત્મભાવને પામનારા વીતરાગ દેવને ધન્ય છે, આપણા એ આદર્શ છે અને એમના માગે અનુસરણ એ આપણા પથ હાઇ સાધ્ય સન્મુખ લઈ જનાર લેાહચુંબક છે. આ વીતરાગભાવને અનેક દૃષ્ટિબિન્દુથી સમજી એને આળખવા એ ખરા જીવનના લહાવા છે. વીતરાગની ધન્યતા ગણવામાં એમના અતિશયા, વાણીના ગુણેા, અષ્ટ મહાપ્રાતિહાર્યો અને ખાસ કરીને ધર્મ સામ્રાજ્યનું વાતાવરણ અવકાશને પામે છે અને તે એની ધન્યતા બતાવે છે.
આ શ્લાકમાં તીર્થંકર-વીતરાગ દેવની સાત બાબતે પર ખાસ ધ્યાન ખેચ્યું છે: ૧ વીતરાગ દશા, ૨ કર્મના ક્ષય, ૩ સહજ વૈરાગ્ય, ૪ નિર્મળ ધ્યાનધારા, ૫ આત્મશુદ્ધિ, ૬ આન્ત્ય લક્ષ્મી, અને ૭ મુક્તદશાની પ્રાપ્તિ. આમાં અરિહંત પદની લક્ષ્મી કાંઇક બહિરંગ છે અને મહુધા અંતરંગ છે, ખાકીની છએ માખતા અતરંગ છે.
સ્વ.
૨. એ તીર્થંકર–વીતરાગ ભગવાનમાં કર્મ ક્ષયથી અનેક ગુણેા ઉત્પન્ન થાય છે. એની સંખ્યા ઘણી માટી છે અને એની સરખામણી કરી શકાય એવા કોઇ પદાર્થ કે પ્રાણી જગતમાં વિદ્યમાન નથી. વીતરાગ દેવની વિશાળ ચર્ચાના ખ્યાલ કરવા માટે શાસ્ત્રકારે એમને ચાર મિરુદ આપ્યાં છે તે ઉપરથી તેમના સંબંધમાં સહેજ ખ્યાલ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org