________________
૨૦
શ્રી શાંતસુધારસ
નથી. એમનામાં જ્ઞાન સહજ હાય છે, જન્મથી પ્રગત આત્મા સાત્મપ્રત્યક્ષ ( અવધિ ) જ્ઞાન સાથે આવે છે અને તેમાં વધારા થતા જાય છે. એમનામાં જે વિરાગ ( વૈરાગ્ય ) આવે છે તે કુદરતી છે, સહજ જાગેલ હોય છે અને વિમળ વિકાસનુ પરિણામ હોય છે. એમને આખા સંસાર દુ:ખમય અસાર અને અધનમય લાગે છે. તેમનામાં આ વૃત્તિ સાહજિક હાય છે. એમને અન્યના ઉપદેશની અપેક્ષા રહેતી નથી.
ધર્મ ધ્યાન ને શુકલધ્યાનમાં નિમજ્જન કરતા આત્મા આત્મશુદ્ધિથી ધ્યાનધારાએ ચઢે છે. એમનું યાન કેટલું વિશાળ અને એને વિષય કેવા સુંદર હૈાય છે તે યાગથામાં ચઢ્યું" છે. પૂર્ણિમાના ચંદ્રની કળા કેવી શાંત, સુંદર અને નિર્મળ હાય ? તેમાં પણ શરદ પુનમની ચાંદની કેટલી સ્વચ્છ અને આકર્ષક હોય ? તેનું વન જરૂરી નથી. આવી નિર્મળતા તેઓશ્રીની ધ્યાનધારામાં હોય છે અને વિશુદ્ધ ભાવે પ્રગતિના માર્ગે તેઓ આગળ વધતા જ જાય છે.
અનેક સુકૃત્યા કરીને તે આવ્યા હોય છે, વળી તીર્થ - કરના ભવમાં પણ અનેક સુષુત્યાની વૃદ્ધિ કરે છે અને અન્ત લક્ષ્મીને પ્રાપ્ત કરીને મુક્તિને કિનારે પહોંચી જાય છે. દેવતાઓ સમવસરણ રચે કે ચક્રવત્તીએ નમે તેમાં તેમને રાગ નથી, અને કાઇ તેજલેશ્યા મૂકી ઉપદ્રવ કરે તેના તરફ દ્વેષ નથી. એમની બાહ્ય વિભૂતિ પણ અતુલ્ય છે, પણ એમને આદ ગુણસમૂહ અસામાન્ય હાઇ વિચારમાં પાડી દે તેવા હાય છે. સર્વ જીવાને પ્રાપ્ત થતી નથી, ભાવનાવાહી જીવન વન કરી
તીર્થંકર પદ્મની ઋદ્ધિ પરંતુ સામાન્ય સિદ્ધો પણ નિયાના પાર પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org