________________
૨૧૮
શ્રીષ્ણાંતસુધારસ વસરણની રચના, એમાં અષ્ટ મહાપ્રાતિહાર્ય, એની બાર ૫ર્ષદાઓ, એમાં સુગંધી ધૂપ તથા પુપોના સમૂહ, દેવ મનુષ્યની ભગવાન તરફ ભાવના અને ગુણરાગદષ્ટિ એ સર્વ અતિ આકર્ષક છે. સર્વ પ્રકારના ઉપદ્રવ વાતાવરણમાંથી નાશ પામી જાય છે એ અપાયપગમાતિશય છે.
વીતરાગ પ્રભુના ચિન્તનમાંથી ઉપદેશ, ઉપદેશના વિષયે. અને વિશ્વબંધુત્વને વિશાળ ખ્યાલ સહેજે પ્રાપ્ત થાય છે. બાહ્ય વૈભવ તે અન્યદેવકૃત હોય છે અને પ્રમોદ ઉપજાવે તે હોય છે, પણ ખરે પ્રમોદ તે વીતરાગ દશાને છે. રાજ્યઋદ્ધિ છેડનાર અંતરાત્માને વિકાસ કરવા કેવા પ્રયત્ન આદરે છે એ સર્વ ખૂબ વિચારવા જેવું ત્યાંથી પ્રાપ્ત થાય છે.
એ વીતરાગદશાને વિચાર કરતાં અંતઃકરણ અપૂર્વ આનંદ વેદે છે. એને બરાબર ઓળખી એને “ધન્ય” સમજીએ એટલે પરમ ધ્યેયની સન્મુખ આવવા આપણે કાંઈક પ્રયત્ન કર્યો કહેવાય.
વીતરાગને બરાબર સમજવા માટે આખા વિકાસક્રમ સમજ પડે. એ સમજાય એટલે વીતરાગભાવની વિશિષ્ટતા મનમાં આવે. આવા વીતરાગને ધન્ય છે ! એની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આપણે સ્થૂળ કે આંતર ત્યાગનાં સ્વપ્નાં પણ સેવી શકતા નથી, ત્યારે સર્વસ્વને છોડી વીતરાગ અને વીતદ્વેષ થનારના વિશિષ્ટ મને બળ માટે તો આપણે શું ધારી શકીએ ?
એટલા માટે એમના સંબંધી વાપરેલા પ્રત્યેક વિશેષણને આપણે સંક્ષેપથી વિચારી જઈએ. વીતરાગદશામાં રાગને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org