________________
૨૧૪
શ્રી શાંતસુધારસ પ્રમોદ ભાવનામાં ઘણું અગત્યની બાબતે શીખવાની છે. તેનો મુદ્દો એક જ છે કે જ્યાં આ ગુણજ્ઞ પ્રાણુ ગુણ જુએજાણે ત્યાં એનું ચિત્ત હર્ષથી પ્રફુલ્લ થઈ જાય, એ ગુણવાન ઉપર વારી જાય, એ ગુણવાનને અનેક પ્રકારે અંતરથી અભિનંદન આપે, એ ગુણવાનની ઉપાસના નિષ્કામ વૃત્તિઓ કરવા ઉદ્યત થઈ જાય અને એને ગુણવાનની ધૂન લાગે.
કેટલાક ગુણે સામાન્યતઃ દૂર હોય છે અને કેટલાક વધારે દૂર હોય છે. આદર્શ ગુણે દૂર હોવા છતાં ખાસ પ્રાપ્ય છે, પણ તે દૂર હોવાને કારણે પ્રથમ એ જેનામાં હોય તેને ઓળખતા શીખવાની જરૂર ખાસ રહે છે. ગુણને ઓળખવા માટે ગુણવાનને અભિનંદન એ પ્રમોદ ભાવનાને પ્રથમ નિયમ છે.
એ ભાવનાશીલ પ્રાણીમાં એક બીજો ગુણ પણ ખૂબ વિકાસ પામે છે અને તેનું નામ સહિષ્ણુતા (Toleration) છે. એ ગુણદષ્ટિ એટલી વિકાસ પામે છે કે એ સાધારણ વસ્તુ કે જનાવરમાં પણ ગુણ શોધી શકે છે અને એ કોઈ વ્યક્તિ, ધર્મ કે સંસ્થા તરફ તિરસ્કાર રાખતો નથી. આ ગુણથી કેટલી વિશાળતા આવે છે તે આપણે ઉપસંહારમાં ખાસ જેશું, પણ ભાવના પરિચયમાં એ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રહે તો ઘણું શિક્ષણય હોઈ શરૂઆતમાં તેની તરફ ધ્યાન ખેંચવું જરૂરી ધાર્યું છે.
પ્રમોદ ભાવનાને લઈને ગુણ શોધવાની વૃત્તિ જાગૃત થાય છે, એને લઈને પ્રત્યેક પ્રાણીમાંથી ગુણ શોધી તેને તેટલા પૂરતું માન આપે છે. એને પિતાથી વિકાસક્રમમાં ઉતરતી કોટિના પ્રાણી તરફ પણ પ્રેમ આવે છે અને એને પ્રેમ અમર્યાદિત બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org