________________
પ્રભેદભાવના
૨૧૫
વિશ્વભાવી થઈ જાય છે. એ જનાવરમાંથી પણ ગુણ શેધી. શકે છે. એ હાથી પાસેથી ચાલતા શીખે છે, કુતરા પાસેથી નિમકહલાલી શીખે છે, અશ્વ પાસેથી ઉદ્યોગ શીખે છે, બળદ પાસેથી શ્રમનો મહિમા જાણે છે, ગધેડા પાસેથી ધીરજ શીખે, છે. એ નાના મોટા દરેક મનુષ્ય પાસેથી ગુણ શીખે છે. એમાં એને વય કે જાતિને બાધ આવતો નથી, એને પોતાના મેટાં નાનાં સ્થાનને ખ્યાલ થતો નથી, એ તે વિક્રમ જેમ ઉર્વશીને સ્થાને સ્થાને શોધતો હતો તેમ પ્રત્યેક જીવમાંથી ગુણ શેઠે અને તે મળે ત્યારે રાજી રાજી થઈ જાય. આ ત્રીજો અગત્યને મુદ્દે પ્રભેદ ભાવનામાં પ્રાપ્ય છે. તે શોધનારને જરૂર મળે તેમ છે.
એ જ મુદ્દાના પેટાવિભાગ તરીકે એક અતિ વિશિષ્ટ તત્વ પ્રાપ્ત થાય છે. તે એ છે કે સામાન્ય રીતે સ્ત્રી જાતિને અનેક રીતે તિરસ્કાર કરવાના પ્રસંગે ગ્રંથકારો લે છે ત્યારે પ્રદ ભાવનાવાળો તેમાંથી પણ અનેક ગુણ શેધી તેની પ્રશંસા કરશે અને તેનું જીવન ધન્ય બતાવશે. આ પ્રસંગનો મહિમા એના ઉપયુક્ત સ્થળે ખાસ નોંધવામાં આવશે પણ સ્ત્રીની મુક્તિ માનનાર જેનદર્શનનું આ વિશિષ્ટ મંતવ્ય કેવું સાર્થક થાય છે તે પ્રાચીન અર્વાચીન વિચારધારા મારફત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરવામાં આવશે. આ અતિ અગત્યને પિટામુ પ્રમેઢભાવનામાંથી સાંપડે છે. તેનું અત્ર માત્ર દિગદર્શન કર્યું છે.
એક આનુષંગિક મુદ્દો અનેક ગુણે તરફ ધ્યાન ખેંચવાને છે. આ પ્રમોદ ભાવનામાં સુક્કી વાત નથી. એમાં કચવાટ થાય કે વૃણે થાય તે એક પણ પ્રસંગ આવનાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org