________________
અમેદ –
3
પરિચયઃ
જ. ૨. મનુષ્યસ્વભાવના મેટા ભાગનું બરાબર અવલોકન કરવામાં આવશે તો એક વાત બહુ સ્પષ્ટ રીતે જણાઈ આવ્યા વગર રહે તેમ નથી. તે એ કે એને પોતાની નાની વાત ઘણી મોટી લાગે છે અને પારકાની મોટી વાત પણ નાની લાગે છે અને ઘણી વખત તો એમાં હેતુની કલ્પના કરી તેને ઉતારી પાડવાના પ્રયત્ન થતા જોવામાં આવે છે. અન્યના ગુણ જોઈને રાજી થવું, એની પ્રશંસા કરવી, એ ગુણાનું બહુમાન કરવું અને એ ગુણવાનની કદર કરવાની વૃત્તિ રાખવી એ બહુ ઓછી જગ્યાએ દેખાય છે.
આવી સ્થિતિ શા માટે છે? તેને વિચાર કરવાનું આ સ્થાન નથી. પ્રાણીને જે ગુણ તરફ ખરે પ્રેમ થયે હોય તો તે વધારવાની ખાસ જરૂર છે એ વાત સર્વ સ્વીકારે તેમ છે. આદરવા પહેલાં એ ગુણ ઓળખવાની પણ તેટલી જ જરૂર છે અને ગુણને બરાબર ઓળખીને તેની પ્રશંસા કરવા દ્વારા એ ગુણે તરફ સપ્રેમ આદર વધારવો એ ગુણપ્રાપ્તિને આદર્શ સિદ્ધ કરવાનો રામબાણ ઉપાય છે.
ગુણ ઉપર રાગ થાય એટલે એની પ્રશંસા અનિવાર્ય છે. ગુણેના ધારક તરફ અસૂયા, મત્સર કે ઉપેક્ષા કઈ રીતે ન જ ઘટે. જે ગુણ પ્રાપ્ત કર હોય તે પ્રથમ તે આદર્શમાં રહે છે. ગુણવાનદ્વારા ગુણને ઓળખાય. ગુણવાનની પ્રશંસા કરવી તે ગુણની કિમત કરવા સરખું છે. જેને ગુણ પ્રાપ્ત કરવા હોય તેને ગુણ અને ગુણની પ્રશંસા ખાસ કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org