________________
મૈત્રી ભાવના
એ ઘણું આગળ વધી જાય છે. તે આખી ભાવના માનસષ્ટિએ વિચારતાં અને એનું પૃથકકરણ કરતાં જરૂર પ્રાપ્ત થાય છે.
મૈત્રી આદિ ચાર ભાવના બાર ભાવનાથી જુદી પડી જાય તેમ છે, કારણ તેમાં સાધ્ય એક હોવા છતાં દષ્ટિબિન્દુને તફાવત છે. એટલા માટે બાર ભાવનાઓને અનુપ્રેક્ષા ભાવના કહેવામાં આવે છે અને આ મૈથ્યાદિ ચાર ભાવનાને પરાભાવના અથવા ગભાવના કહેવામાં આવે છે. તેનાં કારણે ઉપર દર્શાવ્યા છે.
અહીં એક મુદ્દો જરા સ્કુટ કરવાની જરૂર છે. આનત્ય ભાવનામાં સર્વની અનિત્યતા બતાવી, સર્વ સંબંધ અલ્પસ્થાયી બતાવ્યા અને અહીં તો સર્વને પિતાનાં માનવા અને સર્વ જીવો સર્વ પ્રકારે સર્વ સ્થાનકે સુખી થાય એવી ભાવના બતાવી એમાં મુ તદ્દન જુદો જ છે. એમાં વિરોધ દેખાય તે તેમાંથી એકતા શોધી લેવાની છે. અમુક દ્રષ્ટિએ જે ત્યાજ્ય–તજવા યોગ્ય હોય તે સર્વથા ફેંકી દેવા જેવા જ હોય એમ સમજવાનું નથી. પિતાના સ્વસત્વસ્થાપનને અંગે જે પરકીય લાગે તેનું હિત ઈચ્છવાને પ્રસંગ આવે ત્યારે તેને આખા જગતની અપેક્ષાએ પોતાના ગણાય. આ દ્વિર્ભાવ સમજો એ સ્યાદ્વાદ માર્ગની વિશાળતા છે, અપેક્ષાવાદનો મહાન વિજય બતાવે છે અને એની બન્ને આંખે ખુલ્લી રાખવાની આવડત સૂચવે છે. અનિત્ય અને મંત્રી ભાવનું સંમીલન કરવામાં આવે અને તેના સમીકરણમાં એકતાને અનુભવ થાય ત્યાં અનેકાંત મતની ઝાંખી છે એમ સમજાય. એનો મુદ્દો ઉપર દર્શાવાઈ ગયો છે. એની વિશેષ પ્રતીક્ષા કરવાનું કાર્ય દક્ષ વાચક પર છોડવું તદ્દન સલામત ગણાય.
મૈત્રી ભાવનામાં પ્રીસ્તી પ્રજાને Love-પ્રેમનો સિદ્ધાન્ત તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org