________________
શ્રી શાંતસુધારસ
પડે અને તે માટે શ્રદ્ધા, વીર્ય વિગેરે સાધનેને જરૂર ઉપયોગ કરવો પડે. ચિત્તસ્થિરતા માટે અથવા તેના પ્રસાદ માટે મૈત્રી આદિ ચાર ભાવનાને ગગ્રંથોમાં પરિકર્મ તરીકે સ્થાન અપાયું છે.
મિત્રી સંબંધી લખતાં પ્રો. કણઆ પાતંજલ યોગદર્શન ઉપરના વિવેચનમાં લખે છે કે “મૈત્રી એટલે હાર્દિ. જે જે પુરુષે સુખબહુલ દેખાય તે સર્વ વિષે મિત્ર ભાવના રાખવી. પ્રાયઃ અન્યને સુખી જોઈને કલુષિત થતા જનમાં ઈર્થી તથા અસૂયા હોય છે. ઈર્ષ્યા એટલે પારકાના ગુણે નહિ સહન થવા અને અસૂયા એટલે પારકાના ગુણોમાં દેશોનો આરોપ કરવો તે ચિત્તના એ બન્ને દે મૈત્રીભાવનાથી નિવૃત્ત થાય છે.”
વળી જેમ પુત્રનું રાજ્ય હોય તે પણ પુત્ર વિષે મદીયબુદ્ધિ (એટલે મારે એવી બુદ્ધિ) હોવાથી પિતાને તે પોતાના રાજ્યવત લાગે છે, તેમ સર્વ સુખીજનો વિષે મદીયબુદ્ધિ સિદ્ધ થવાથી તે સર્વનું સુખ પણ સાધકને મદીયતુલ્ય લાગવાનું, જેથી સામગ્રીનો અભાવ છતાં પણ જાણે પોતે સર્વ સુખવાળો હોય તેમ જણાવાથી રાગ નિવૃત્ત થવાનો અને તેથી ચિત્તરૂપી નદીને કલુષિત કરનાર રાગરૂપ વર્ષાઋતુ જતી રહેવાથી ચિત્ત સ્વચ્છ વા પ્રસન્ન થવાનું. આ પ્રમાણે સુખી વિષે મૈત્રી અવશ્ય કર્તવ્ય છે.
ઉપરનું દૃષ્ટિબિંદુ અપેક્ષિત હોઈ એકદેશીય છે પણ ધ્યાનમાં રાખવા ગ્ય છે. ત્યાં મૈત્રીને સમાધિનું બહિરંગ સાધન હોવાને કારણે બાહ્યકર્મની કક્ષામાં મૂકવામાં આવેલ છે. ઉપાધ્યાયજીએ બતાવેલ જૈન મિત્રી કેટલી આગળ વધી જાય છે તેને માનસવિદ્યાને આધારે અભ્યાસ કરવા આ લંબાણ ટાંચણ જરૂરી છે. મિત્રી ચિત્તપ્રસાદ જરૂર કરે છે, પણ તે કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org