________________
૧૬
શ્રી શાંતસુધાસ સંઘટ્ટન વખતે લવાદીથી નીકાલ લાવે એવા એના આંદોલને હાય, એને અહિંસક કાર્યક્રમમાં મૈત્રીભાવનું પરમ પિષણ દેખાય અને જીવનની સાદાઈ તથા સ્વાવલંબનના ઉપદેશમાં અને મૈત્રીની પરમ પોષણ દેખાય.
આ આખા મિત્રીના પ્રયોગમાં કદી એને અમુક વર્ગ કે વ્યક્તિને બાદ રાખવાનું ગમે નહિ. એના અભિપ્રાયથી વિરુદ્ધ હોય કે એને નુકસાન કરનાર હોય તેને પણ એ સુખ જ ઈછે અને તે તેને દ્વેષાગ્નિ સદાને માટે દૂર થાય તેવું સાચું શાશ્વત સુખ મેળવે એમ પણ એ ઈછે. મૈત્રીની પોષણા કરવામાં એને દંભ ન હોય કે ગર્વ ન હોય, પિતાની વાત જ સાચી એ દુરાગ્રહ ન હોય અને મનની વિચારધારા નિરતરે ઉઘાડી હોય, એની પાસે સમજણપૂર્વકની દલીલને અવકાશ હોય અને એને વિશાળ ભવ્ય આત્મા આખા વિશ્વ બંધુત્વમાં લયલીન હોય.
એ પ્રાણ લડાઈના સમાચાર સાંભળી દુઃખી થાય, વિજ્ઞાનને ઉપગ મનુષ્યના નાશને અંગે થતો જોઈ એને ત્રાસ થાય, એને મનુષ્યના ખોરાક ખાતર અનેક જીવોની થતી તલના ખ્યાલથી પણું દુઃખ થાય અને કોઈપણું જીવન સ્વછંદથી પણ નાશ થતો જોઈ-જાણ એને ગ્લાનિ થાય. એની ભૂતદયાને મર્યાદા ન હોય, એમાં અપવાદ ન હોય, એમાં છીંડાં કે બારીબારણાં ન હોય. સાંસારિક પ્રયોગથી થતી દુઃખશ્રેણી પર વેદના થાય. એ બને તેટલા પ્રાણીને ત્રાસમાંથી છેડાવવા બનતા પ્રયાસ કરે અને એની વિશાળતા તરફ પ્રાણવર્ગ આનંદની નજરે જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org