________________
શ્રી-શાંતસુધારસ
અને એવી રીતે વૈર વધારવાનું પરિણામ શું થાય ? વૈરને પોષવા યંત્ર ગોઠવવાં પડે, સાધનો જવાં પડે અને એ આ વખત મનમાં અનેક ચક્રો ગોઠવવાં પડે. મનમાં દ્વેષ જામે, દ્વેષથી ધમધમાટ થાય અને એવા વાતાવરણમાં આત્મવિકાસ બગડી જાય એટલું જ નહિ પણ બહુ પાછા પડી જવાય. એવા સાધનોનાં પરિણામ ગમે તે આવે તે જુદી વાત છે. એ આખી દ્વેષપ્રવૃત્તિ આત્મવિકાસની આડે આવનાર છે, અંત:કરણને વિરૂપ, અસ્થિર અને અધોગામી બનાવનાર છે. જેને આશય આત્મવિકાસમાં પ્રગતિ કરવાનું હોય તે આવે રસ્તે કદી ચઢે નહિ.
સંસારનું સ્વરૂપ સમજનાર અને મૈત્રીવાસિત હદયવાળે કેવા ભાવો રાખે તે જ અત્રે પ્રસ્તુત છે. વેરવિરોધનું પૃથકકરણ કરવું પડે તે આ ભાવનામાં અપ્રસ્તુત વિષય ગણાય, પણ મંત્રીનું વિધી તત્ત્વ મંત્રીની બરાબર સમજણ માટે સમજવું જરૂરી હોવાથી ટૂંકમાં પતાવી આપણે મિત્રીના વાતાવરણમાં વિહરીએ. મૈત્રીભાવનાના વિશિષ્ટ પ્રસંગે આપણને “ બૃહજ્ઞાંતિ ”માં સાંપડે છે. તેમાંથી મૈત્રીવાસિત જેન હૃદય શું ભાવના કરે તેનાં બે ત્રણ પ્રસંગો ચુંટી કાઢીએ. તે ઈચછે છે કે “ શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, જનપદના સર્વ લોકોને શાંતિ થાઓ, રાજા અને અધિકારીઓ ( પ્રેસીડેન્ટ, ડિકટેટર, વિગેરે ) ને શાંતિ થાઓ, રાજાઓની આજુબાજુ રહેનાર મંત્રી–પ્રધાનમંડળને શાંતિ થાઓ, સંબંધીઓને શાંતિ થાઓ, શહેરીઓને શાંતિ થાઓ. ”
આ ભાવ જૈન હૃદયને હેય. એ આખા જનપદની શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org