________________
મૈત્રી ભાવના
૧૯૧
અવ્યવસ્થિત દેવાદેડી કરવાની હોય નહિ. પરમાત્મદશાના નાદમાં એ અનાહત નાદ સાંભળે અને આત્મવિકાસ વધારતા જાય.
મૈત્રી જ્યારે ખરી વિકાસ પામે અને એના પરિપૂર્ણ આકારમાં જામે ત્યારે આવી વિશાળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. વિમળ આત્માનાં વિલાસે અનેરા હોય છે, એના ઉડ્ડયન જબરજસ્ત હોય છે અને એની ભાવના અતિ વિશાળ હોય છે.
સર્વ જી સમતા અમૃતનું પાન કરી તેમાં વિલાસ કરે.” આ મિત્રીનું ઉત્કૃષ્ટ ધ્યેય અને ચિંતવન હોય છે. એને હૃદયથી એમ થાય કે સર્વ પ્રાણીગણ સમતા અમૃતપાન કરી–એ રસપાન વારંવાર કરી ખૂબ આનંદ માણે. એને આનંદ કે હોય તેનું વિવેચન કરવાની જરૂર હવે ન હોય. સમતારસનાં પાન અદ્ભુત આનંદને આપનારાં છે અને કર્યા હોય તો અનુપમ આનંદને વિસ્તારનારાં છે. | મૈત્રી-મિત્રભાવ–વિશ્વબંધુત્વ કરનાર પોતાને વિચાર કરવા કરતાં સર્વ પ્રાણીને ખૂબ વિચાર કરે છે. એને પોતાની સાથે સર્વને લઈ જવા ભાવના થાય છે. મૈત્રીભાવનાનું એ સાચું રહસ્ય છે.
ઉપસંહાર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલ છે. એ દશા જ્યારે આવે ત્યારે મિત્રીને વિસ્તાર કેટલે વધી જાય છે તે વિચારવું. વિનય-ચેતનને ઉપદેશ કરવા દ્વારા લેખક મહાશયનું નામ આપણે ઉચ્ચારીએ છીએ. આ મૈત્રી ભાવનાને સાર છે, ખૂબ આકર્ષક છે, હૃદયમાં ઉતરી જાય તે માર્મિક છે અને સ્વપરને પરિપૂર્ણ નિર્મળ લાભ આપનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org