________________
મૈત્રી ભાવના
૧૮૯ બાંધતા પહેલાં પ્રેમપૂર્વક સાદર અભ્યાસ અને વિચારણાની જરૂર છે.
વિચારણું વગર માત્ર પૂર્વબદ્ધ વિચાર, ઓછા અભ્યાસે કરેલા નિર્ણય અને આધારભૂત મૂળ પ્રકાશની અવજ્ઞાથી કરેલા નિશ્ચયે ઉપર મુસ્તકીમ રહેવામાં આવે તે એના પરિણામે ગાડું ગમે ત્યાં ભરાઈ પડે છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. કેઈ પણ પ્રાણી પોતાના ગમે તેવા મતના આધારે કરેલા નિર્ણયના અભિમાનને વશ થઈ કાર્યો કરવા લાગે તે એ ખરેખર દુ:ખનો વિષય બને છે. મૈત્રીવાસિત પ્રાણીને ખેદ થાય કે એવા પ્રાણુઓ શા માટે પાપમાં પડતાં હશે ?
તે વધારે એમ પણ વિચારે કે એવા પ્રાણીઓ જિનવચનને રસપૂર્વક શા માટે સ્વીકારતા નહીં હોય? જિનવચનમાં ભૂતદયા, મત્સરત્યાગ અને અંતિમ સાધ્ય નિર્વાણ હોય છે. એ જે પ્રાણીને પ્રાપ્ત થઈ જાય તે એની મૈત્રી વિશ્વબંધુત્વ સ્વીકારે અને એમ થાય છે તેવા પ્રકારને પ્રાણી બચી જાય, તરી જાય, મુક્ત થઈ જાય. એને જિનવચન ઉપર જે આકર્ષણ છે તે પોતાના ધર્મના કારણે ન જ હેય. એણે સારી રીતે તપાસ, ચર્ચા, અભ્યાસ કરીને એ વચનમાં રહેલ અપાર મૈત્રી–વિશ્વબંધુભાવ બરાબર અનુભવ્યું છે અને એ દશા સાર્વત્રિક કરવી એ એવા જીવનનો ઉદ્દેશ હોય છે. એને નવાઈ લાગે છે કે આવી વિશાળ ભાવનાને પ્રતિપાદન કરનાર જિનવચનને પ્રાણીઓ આદર અને પ્રેમપૂર્વક શા માટે નહિ સ્વીકારતા હોય?
આ મૈત્રીવાસિત ચેતનને ઉગાર છે. એને પ્રાણીને પાપકર્મમાં પડતાં જોઈ ધ્રુજ આવે છે, એને કંકાસ-કલેશ જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org