________________
..
૧૮
શ્રીષ્ણાંતસુધારસ )" આ જીવનનું પ્રધાન કર્તવ્ય વિકાસક્રમને સુધારી દેવાનું છે. આપણે ચારે તરફથી એટલા બધા રાગ, દ્વેષ, મોહ, મદ, મત્સરના વાતાવરણમાંથી આવેલા હોઈએ છીએ કે કદાચ એને સર્વથા ત્યાગ એકદમ મુશ્કેલ પડે, પણ એના ત્યાગના માગે ચડી જવાય તે વિકાસમાર્ગ જરૂર સરલ થઈ જાય અને તે આશયથી જ સમતા લવને ચાટવાનો અત્ર ઉપદેશ છે, એ પ્રેરણા બહુ વિચારપૂર્વક આદરણીય છે. એને આનંદ અનુપમ છે પણ માત્ર અનુભવગમ્ય છે.
૭, મત્રીવાસિત ચિત્તને વિચાર થાય છે કે પ્રાણીઓ શા કારણે પાપમાં પડતાં હશે ? એનું કારણ તપાસતાં એને જણાય છે કે પ્રાણીઓ ઘણુંખરું પોતાના અભિમાનથી તદ્દન મૂછિત દશામાં પડી જાય છે અને તેઓની ચેતના તદ્દર્ન ચાલી જાય છે, તેનું ભાન ખલાસ થઈ જાય છે. પ્રાણીઓને પોતાની સમજણ માટે ઘણું અભિમાન હોય છે. એનો અભિપ્રાય ઘણીખરી વખત અધૂરું જ્ઞાન, અનુભવને અભાવ અને દીર્ધદષ્ટિપણની ગેરહાજરીને લઈને થયેલ હોય છે. આવા તુચ્છ વિચારેના અભિમાનની મૂછમાં પડી પ્રાણું ગમે તેવાં પાપ કરી બેસે છે, અને પાપ કરે એટલે એનાં ફળે તે પછી ચાખવાં જ પડે તેમાં નવાઈ નથી. નવાઈ નથી એટલું કહેવાથી વાત પતે તેમ નથી.
પ્રાણ જાણે છે કે પિતાને પરભવનું જ્ઞાન નથી, પિતામાં કેઈ વિશિષ્ટ જ્ઞાન નથી અને છતાં એ પોતાનાં મગજનાં ફાંટામાં બહુ ચુસ્ત રહે છે. આ વ્યાધિ પાશ્ચાત્ય સંસ્કારના આગમન પછી વધતો જાય છે. એમાં ઊંડા અભ્યાસ કરતાં છીછરાપણું (ઉપરચેટિયાપણું) ઘણું છે. છેવટને અભિપ્રાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org