________________
મૈત્રીભાવનું આ હકીકત છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આવા વિશાળ મનોરાજ્યમાં વિહરનારે સમરસ મીન કેવા આશયવાળો હશે તે કલ્પી લેવું અને જ્યાં આવી વિશાળ ભાવના હોય તેના હૃદયમાં મત્સર હોય એ તો કપી પણ શકાય નહિ. એવા પુરુષને કોઈની સામે મોરચો માંડવાના ન હાય, કેઈની સાથે યુદ્ધ કરવાના ન હોય કે કઈ સામે ટકકર ઝીલવાની ન હોય. એનામાં અત્યંત સ્થળ અને માનસિક બળ હોય છે. તેને ઉપગ એ મિત્રબુદ્ધિના વિકાસમાં કરે છે, એ સર્વત્ર બંધુભાવ જુએ છે અને એ આનંદ-કલ્લોલમાં વિલાસ કરે છે.
૬. એક મહાન સત્ય કહે છે. જે પ્રાણું એક વાર હૃદયપૂર્વક સમતારસનો એક લવલેશ પણ આસ્વાદન કરે તો પછી એને એને શેખ થતાં વાર ન લાગે. આ તદ્દન સ્પષ્ટ વાત છે.
માણસને અફીણનું વ્યસન કેમ લાગે છે? પ્રથમ સ્વાદ કરવા જરા લે, પછી સહજ વધારે લે, પછી ન લે તો ચાલે જ નહિ. આ રીતે જે સમતારસનું વ્યસન પડી જાય તો પછી જીવન સમતામય થઈ જાય, પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એક વખત જરા પણ સમતા અંત:કરણપૂર્વકની જોઈએ. પછીની વાત એની મેળે-સ્વતઃ આવી જશે.
તમે એક વાર જરા સમતારસ ચાખો. કાંઈ નહિ ઉપાધ્યાયજીના આગ્રહથી ચાખે. એની મજા જુઓ. પછી તે તમને એનું વ્યસન પડી જશે–એના વગર ચાલશે નહિ. તમે
જ્યારે ઢગ વગર, દંભ વગર, હૃદયના ઊંડાણથી સમતા ધારણ કરશે, સર્વ પ્રાણ તરફ બંધુભાવ દર્શાવશે ત્યારે તમને એવી મજા આવશે કે એનું વર્ણન તમે નહિ કરી શકે અને પછી તે તમારે વિકાસ એ મા ખૂબ વધતે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org