________________
૧૮૬
પરિશીલનથી પ્રાપ્ય છે. એ ભાવ આપણે જરા સંક્ષેપી અવગાહી જઈએ.
મિત્રીવાસિત પ્રાણી વિચાર કરે કે જે મારા શત્રુ હોય એટલે જે પોતાને મારા શત્રુ માનતા હોય તે પિતાને મત્સર તજી દે, વિરોધપણાવાળા મનને દૂર કરી, શત્રુવટની બુદ્ધિ ફેંકી દો અને તેમ કરીને તેઓ પણ સુખી થાઓ !
મત્સર દૂર થાય એવું એ ઈ છે તે પોતાના હિત ખાતર નહિ, પણ અંતરથી સામા પ્રાણીની ઉન્નતિ તે રીતે જ થાય એ એની મૈત્રી–પ્રેમ ભાવના હોય છે. તે સાથે એમ પણ ઈચછે કે એવા પ્રાણુઓની શિવસુખવાસ પ્રાપ્ત કરવા પ્રત્યે પરિસુતિ થાઓ. એ પિતાના વિરોધી સને પણ ઉદ્ધાર થાય તેમ હૃદયથી ઈચ્છે છે, અને તેઓ સાંસારિક દષ્ટિએ સુખી થાય એટલું જ ઈચ્છીને અટકી ન જતાં તેઓને વિકાસ સુધરી જાઓ, તેઓ મત્સર વિગેરે અંતરંગ શત્રુ પર વિજય મેળવી શિવપુરપ્રાપ્તિ માટે પ્રેરિત મનવાળા થાઓ એવી એ ઈચ્છા કરે. આ અતિ વિશિષ્ટ ભાવના લખી જવી કે વાંચી જવી જેટલી સહેલી છે તેટલી ક્રિયામાં મૂકવી સહેલી નથી. અંતરથી દુશમનને પણ સુખ અને મુક્તિ ઈચ્છવાં એ અસાધારણ ઉચ્ચ ભાવના અને ચિત્તનું પરમ ઔદાર્ય દાખવે છે.
જ્યારે હૃદયમાં આ વિશાળ ભાવ આવે છે, જ્યારે શત્રુ ઉપર સાચે સમભાવ આવે છે, જ્યારે શત્રુનું પણ સારું થાય એ અંતરનો આશય વ્યક્ત થાય છે ત્યારે મિત્રી એના વિશિષ્ટ આકારમાં રજૂ થાય છે. - મૈત્રી ભાવનાવાળો કોઈને શત્રુ માને નહિ અને જે પ્રાણી એને શત્રુ ગણતા હોય તેના સંબંધી તે શું ધારે તેને લગતી
એટયથી ઈરછે એના વિરોધી સરકાર કરવા પણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org