________________
૧૭૨
શ્રી શાંતસુધારસ
૪. ૨. ઉપરના મુદ્દાને વધારે સ્પષ્ટ કરે છે. જે ભાઈ! જે પ્રાણ તરફ તું દુશ્મનાવટ કરે છે અથવા જેને તું તારે દુશમન ધારે છે તે પ્રાણી અનંત પૂર્વકાળમાં તારા પિતા તરીકે, ભાઈ તરીકે, કાકા તરીકે, માતા તરીકે, પુત્ર તરીકે, પુત્રી તરીકે, સ્ત્રી તરીકે, બહેન તરીકે, પુત્રવધૂ તરીકે એમ અનેક વખત તારા સંબંધમાં આવ્યા છે. અનાદિ સંસારમાં તે અનેક સંબંધે કર્યા છે. આ ઉપરાંત મામા, માસી, ફઈ અને બીજાં અનેક સંબંધે કલ્પી શકાય. એ પ્રત્યેક સંબંધ તેં અન્ય સર્વ પ્રાણીઓ સાથે અનેક વાર કર્યા છે.
આ વાત તું સમજી શકે તે તારે વિચારવું ઘટે કે આ પ્રાણીવર્ગ તે તારે કુટુંબવર્ગ છે અને એમાં કોઈ પારકે નથી, બહારને નથી, દરને નથી. એમ હાઈને તું તારા પિતાના કુટુંબી સાથે શત્રુતા કેમ કરી શકે? જે તારા માતાપિતા થયા તેની સાથે તારાથી દુશમનાવટ થઈ ન જ શકે. એણે તારી અનેક પ્રકારની ચીવટ કરી હશે, તને ઉછેર્યો હશે, સંસ્કૃતિ આપી હશે, જીવનમાં સ્થિત કર્યો હશે તેની સાથે અત્યારે તું મેરા માંડીને ઊભા રહે તે કઈ રીતે લામ ન ગણાય. આખો પ્રાણીગણ તારે કુટુંબવર્ગ છે એ વિચાર કરીશ ત્યારે તારા મનમાં એક એવી જાતની વિશાળતા અને શાંતિ આવી જશે કે જેની તેની સામે ગમે તેટલા ભેગે વૈર કરવાનું મન થશે જ નહિ; અનંતકાળથી ચાલ્યા આવતા સંસારમાં તે સર્વ રંગ કર્યા છે, સર્વના સંબંધમાં તું આવ્યું છે અને સર્વેએ તારા તરફ અનેક પ્રકારના પ્રેમ પ્રસાયો છે.
જ્યાં પ્રેમ કર્યા, જ્યાંથી વાત્સલ્ય ઝીલ્યા, જ્યાં સાથે હર્યાફર્યા ત્યાં વળી વૈરવિધ કેવું હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org