________________
મૈત્રી ભાવગ્ના
૧૭૩
આમાં સમસ્ત પ્રાણસમૂહ તરફ ‘કુટુંબ ” ભાવ જમાવવાની અને કેળવવાની જે વાત કરી છે તે ખૂબ સમજવા જેવી છે. આ સંબંધમાં ખૂબ વિચાર કરવાનું છે. સામાન્ય રીતે પિતાના ધર્મવાળાસ્વમીને બંધુ ગણવાને ઉપદેશ અનેક સ્થાને મળી આવશે અને વધારે આગળ જશે તા મનુષ્યને બંધુ તરીકે ગણવાની વાત અને તે ઉપદેશ અન્યત્ર પણ મળશે. જેન ધર્મ સમસ્ત પ્રાણીવર્ગને કુટુંબી ગણવાની જે ભાવના બતાવે છે તે અનુપમ છે. કોઈ પણ પ્રાણુને પરદુશમન કે અવર ન ગણ એમાં અહિંસાભાવ ઉત્કૃષ્ટ પ્રતિછાને પામે છે, અને એવી વિશાળ મૈત્રી અન્યત્ર અપ્રાપ્ય છે. તે તે સંબંધી અવકન, વાચન અને ચર્ચા કર્યા પછી કહી શકાય તેમ છે. સમસ્ત પ્રાણીવર્ગને કુટુંબી ગણવાની આ વિશાળ ભાવના મિત્રીને એના અતિ સુંદર આકારમાં બતાવે છે. આવી રીતે મૈત્રીભાવને મજબૂત કરી, ટૂંકા જીવનમાં વૈરવિરોધ ન કરવાની વાત મજબૂત કરી, આખા સમસ્ત પ્રાણીવર્ગ તરફ કુટુંબભાવ જમાવવા ઉપદેશ કરી, હવે એ મૈત્રીભાવના ભાવિત ચેતન કે વિચાર કરે અને પોતાની આસપાસ સુંદર આંદોલનેદ્વારા કેવું વાતાવરણ જમાવે તે પર કર્તાશ્રી ખાસ ધ્યાન ખેંચે છે.
આ સંબંધમાં આ જીવ કયાં કયાં ઉપ અને કેવા કેવા સંબંધે તેણે કર્યા? તે વિષય પરત્વે અનિત્ય વિગેરે ભાવનામાં ખુબ વિસ્તારથી વિવેચન થઈ ગયું છે, તેમજ સંસાર ભાવનાના ગેયાષ્ટકના પાંચમા લેકમાં વિસ્તારથી ઉલેખ થઈ ગયો છે તેથી હવે તે પર વિશેષ વિવેચનની આવશ્યકતા રહેતી નથી. મુદ્દો અત્ર તદ્દન જુદે છે, પણ દલીલ તે જ છે તેને તેના ગ્ય આકારમાં વિવેકપૂર્વક સમજી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org