________________
૧૬૪
શ્રી શાંતસુધારસ જગતના સર્વ પ્રાણુઓ તરફ હિતબુદ્ધિ થવી તે “મૈત્રી? ગુણવાનને જોઈ સાંભળી જાણે આનંદ છે તે પ્રમાદ” દુઃખી પ્રાણ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ થવી તે “કરુણું" અશક્ય પરિસ્થિતિ વિષે અથવા પાપીજને વિષે તિરસ્કાર ન કરતાં ઉપેક્ષા કરવી તે “માધ્યમથ્ય
આ ચાર યુગ ભાવનાઓને ધર્મધ્યાનની તૈયારી કરવા માટે જવી. જેને ધર્મધ્યાન કરવાની ઈચ્છા હોય તેણે આ ભાવનાઓને તે કાર્ય માટે પ્રથમ જવી. જેમ કેઈ પ્રાણીને મહાવ્યાધિ થયેલ હોય તો તેને દૂર કરવા તે રસાયણની આસેવના કરે છે તે પ્રમાણે, એટલે કે જેમ ક્ષય કે એવા આકરા વ્યાધિ માટે રસષધિઓ વપરાય છે તે પ્રમાણે ભાવનાને ઉપગ કરો. ક્ષયરોગવાળાને વસંતમાલતિ, પંચામૃત પરપટી, સહસ્ત્રપુટી અબ્રખ વિગેરે આપવામાં આવે છે. સુવર્ણ, લેહ કે પારાને મારીને તેની ભસ્મ વિગેરે આપવામાં આવે છે તેને આશય તંદુરસ્તી અને શરીરને જોડવાનું હોય છે તે પ્રમાણે જેનો આશય ધર્મધ્યાનમાં ચેતનને જોડવાનો હોય તેણે આ ચાર ભાવનાઓ જોડવી. સાયનનું સ્થાન ભાવનાઓનું છે. તંદુરસ્તી સાધ્ય છે તેમ મેક્ષ એ પરમ સાધ્ય છે. રસાયન શરીરશુદ્ધિ કરી બળ આપી તંદુરસ્તી વધારે છે. તે સર્વ કાર્ય આ ચારે પરાભાવનાઓ ધર્મધ્યાનને અંગે કરે છે. એ પરમ ઓષધ છે અને અમેઘ છે. વ્યવહારમાં જેને રામબાણ ઉપાય કહે છે તે ધર્મધ્યાનને અંગે એ ગભાવનાનું સતત ચિન્તન સિદ્ધ ઉપાય છે.
જ. ૩. ઉપોદુઘાત સમાપ્ત કરતાં ચારે ભાવનાનું સંક્ષેપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org