________________
૧૬૩
મૈત્રીભાવના પૂરી આપવાનું કાર્ય આ ચાર ભાવનાઓ કરે છે. આ અનુસંધાન બહુ અગત્યની બાબત હાઈ ચારે ભાવનાની વિચારણમાં વારંવાર લક્ષ્યમાં રાખવાનું છે. એ સાધ્ય ધ્યાનમાં રહે તે ભાવના એનું કાર્ય બરાબર આપશે. શ્રી જિનેશ્વર મહારાજે મૈત્રી વિગેરે ચાર ભાવનાને સદ્ધર્મધ્યાન–સુંદર ધર્મધ્યાનનું અનુસંધાન કરાવનાર તરીકે બતાવી છે, ઉપદેશી છે. આ રીતે ચાર ભાવનાનો ઉપઘાત કરી હવે વર્ણન શરૂ કરે છે અને તેને પ્રાસંગિક બનાવે છે.
ચારે ભાવનાઓને ઉપાધ્યાયજી “પર” ભાવના કહે છે. પરા એટલે ઉત્કૃષ્ટ અથવા પ્રકૃષ્ટ (શુભ) પરિણામ લાવનાર. આટલા ઉપરથી આ ચારે ભાવનાઓને પણ ધ્યાનમાર્ગમાં-એગપ્રગતિમાં કેટલું અગત્યનું સ્થાન પ્રાપ્ત થાય છે તેને ખ્યાલ આવશે.
શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ચારે ભાવનાઓને પણ શ્રી જિનેશ્વર દેવે જ ઉપદેશેલી તરીકે જણાવી છે તેની નેંધ લેવા યોગ્ય છે. આ સંબંધી ચર્ચા ઉપદઘાતમાં જેવી.
અહીંથી આપણે પરા ભાવનાઓના બહુ સુંદર પ્રદેશમાં પ્રવેશીએ છીએ. આ ચાર ભાવનાઓ માટે “યેગ ભાવનાઓ “પરા ભાવનાઓ” અથવા “અનુસંધાન ભાવનાઓ” શબ્દ વાપરવામાં આવે તે છે. આ વિવેચનમાં એ શબ્દોને ઉપગ કર્યો છે.
પ્રથમના ત્રણે લૅક ઉપોદઘાતરૂપે છે.
૨૪. ૨. આ ચાર ભાવનાઓ તે મિત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્યું છે. એનું વિસ્તારથી સ્વરૂપ હવે વિચારવાનું છે. સંક્ષેપમાં કહીએ તે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org