________________
બેવધિદુર્લભભાવગ્ના
૧૫૧ મય મહિમા વધતે જશે. એક વખત પ્રકાશ થઈ જશે તે ગણતરીમાં આવી જવાશે. ગમે તેમ કરીને આ પ્રકાશ એક વાર કરવાની જરૂર છે.
એ પ્રકાશની તાલાવેલી લાગે તે બધિરત્નની દુર્લભતા બરાબર સમજાય. ગમે તેમ કરીને ઘટમંદિરમાં દીપક એક વખત તો જરૂર પ્રગટાવ. મહાપુણ્યયોગે અનેક ભવાંતરે પછી અત્યારે અનેક સામગ્રીઓ, સગવડે અને અનુકૂળતાએ મળી છે, તેને સમજુ વેડફી નાખે નહિ. કાંઈ ન સૂઝ પડે તો પણ સલામત બાજુએ રહેવાથી પરિણામે બોધિરત્ન જ ઉદ્યોતને પામે, એના પર પાસા પાડે અને એની કિમત વધારી મૂકે. આ વિચારણા કરવાની આવશ્યકતા છે અને અત્યારે તેને અવસર છે. આખી રાત નાચ્યા પછી ખરા અણુના વખતે બગાસું ન આવે, આળસ ન આવે, ઊંઘ ન આવે એની સાવચેતી રાખવાની છે અને એ સાવચેતી ગમે તે આશયથી પ્રાપ્ત થઈ જાય તો પણ અંતે બેડો પાર છે અને મનુષ્યદેહ મન્યાનું સાર્થક્ય છે.
આ રીતે બાર અનુપ્રેક્ષા ભાવના અત્ર પૂરી થાય છે. અનુપ્રેક્ષા એટલે જેવું તે-વિચારવું તે. અનુપ્રેક્ષા ભાવના અંદરથી આત્મદ્રષ્ટિએ જોવાની છે. એમાં આંતર ચક્ષુ ખુલી જાય છે અને એક વાર આંતરદશન કેઈપણ વેગે થવા માંડે તે પછી માર્ગ સાંપડે છે. બારે ભાવના અનુપ્રેક્ષા માટે છે. એક પણ ભાવના અંતઃકરણના ઊંડાણથી વિચારવામાં આવે તે પ્રાણીના જવરને ઉતારી નાખે તેમ છે. એક અથવા વધારે ભાવનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org