________________
૧૫૦
શ્રી શાંતસુધાર
તણાઈ જાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ખરી વસ્તુસ્થિતિ છે અને નજર સમ્મુખ રાખવા એગ્ય છે. અનેક પ્રાણીઓનું શું થાય છે તે જોઈ આપણું શું થશે ? તે અત્ર વિચારણીય છે.
દરિયામાં વહાણ છેડી પથ્થરને પકડવાની વાત હસવા જેવી લાગશે, પણ વાસ્તવિક રીતે વિચારતાં અનેક પ્રાણીઓને વ્યવહાર એ કક્ષામાં આવે છે. એ કદાચ સાચે–સારે માર્ગ જાણશે તો પણ એ સાચો માર્ગ આચરશે નહિ. એનું નામ જ ભરદરિયામાં પથ્થરને પકડવાનું છે. મેહનો કેફ અને મમતાને રાગ એ મધુર હોય છે કે એમાં સાચે માર્ગ મળતો નથી; મળે તે સૂઝતો નથી અને સૂઝે તે એને સંવ્યવહાર થતો નથી. આ સ્થિતિનો અંત લાવવાને અત્ર આશય છે. બાકી તે અનેક વેશ ધર્યા છે, નવાં નવાં રૂપ લીધાં છે અને અરઘટ્ટ ઘટિકા(રેંટ)ની જેમ ઉપર નીચે આંટા માર્યા છે. એમાં કાંઈ પાર આવવાને નથી. ઉપર આવે ત્યારે જરા આનંદ-પ્રકાશ દેખાય, પણ જ્યાં અંદરથી પાણી નીકળી ગયું કે રેંટની બીજી બાજુએ ખાલી થઈને ઉંધે માથે નીચે ઉતરવું પડે છે અને એમ ઉપર નીચે ફર્યા કરવાનું છે. આ વાત સમજુની ન હોય.
સ્વપ્નનાં રાજ્યને સાચું માનવું અને પછી તેના ઉપર રાચી જવું અને સંસારમાં ફર્યા કરવું એમાં મજા શું છે ? હૃદયમંદિરમાં એકાદ વખત તો દીપક જગાવ ઘટે, એનાં અજવાળામાં હાલવું ઘટે અને એના તેજની ભવ્યતા વિસ્તરવા દેવી ઘટે. એ અંતર દીપક થાય તે પોતાનું અને પારકું શું છે? તે સમજાશે અને પછી આગળને રસ્તે પ્રકટ થવાથી એના ઉપર વ્યાપેલો અંધકાર દૂર થઈ જશે. સર્વત્ર પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org